________________
૪૭
ધર્મ કરવાની વૃત્તિનું મૂળ ભવ્યત્વભાવ છે.
સહજમળને હાસ અને ભવ્યત્વભાવને વિકાસ બંને કાર્યો શ્રી અરિહંતાદિ ચારનું અનન્યભાવે શરણ ગ્રહણ કરવાથી થાય છે.
પ્રતિક્રમણ એ પંચ પરમેષ્ઠિ ભગવંતેમાં જીવ પરોવવાનું એક અનુપમ ધર્મકાર્ય છે. માટે તેનો આરાધક, પાપનો પ્રતિપક્ષી બની શકે છે. ધર્માનુરાગી બની શકે છે. ધર્મકરણમાં ઉદ્યમવંત, ઉપગવંત બની શકે છે.
જેને પાપ કરતાં થાક લાગે, તમ્મર આવે અને ધર્મ કરતાં હર્ષ થાય તેને શા “પાપભીરુ” અને “ધર્મરસિક આત્મા કહે છે.
સાતે ધાતુઓની શુદ્ધિ સિવાય, પાપ પ્રતિકારશક્તિ ભાગ્યે જ પ્રકટે છે.
સાતે ધાતુઓની શુદ્ધિ માટે માર્ગાનુસારીના ૩૫ પાંત્રીસ ગુણેને અંગીકૃત કરવા પડે છે. તેમાં પહેલો ગુણ–ન્યાપાર્જિત વિત્ત છે. છે તેનો અર્થ એ છે કે ન્યાયના માર્ગે મળેલા કે મેળવેલા દ્રવ્ય વડે ખરીદેલા ધાન્યથી બનાવેલું ભોજન વાપરવું. તેમજ નિર્વાહ માટે પણ જરૂરી વસ્તુઓ ન્યાય-દ્રવ્યથી જ ખરીદવી.
મૂળ મુદ્દે આ ગુણ આપણને ન્યાયના પાકા પક્ષકાર બનવાની ખાસ તાકીદ કરે છે.
અન્યાય કહો કે અધર્મ બંને શબ્દો એકાઈક છે. ન્યાય કહો કે ધર્મ એ બંને શબ્દો પણ એકાWક છે. સાતે ધાતુઓને કમજોર કરવામાં પાયાનો ભાગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org