________________
30
- પ્રતિકમણમાં પણ ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવાની વિધિ છે. કારણ “ચઉસિન્થ” એ ભગવંતની ભક્તિ સ્વરૂપ છે.
પ્રતિક્રમણ ગુરુસાક્ષીએ કરવાનું છે તે માટે ત્રીજા આવશ્યકની મુહપત્તિ છે. આ નવા પાપના. પચ્ચકખાણ સ્વરૂપ છઠ્ઠા આવશ્યકની મુહપતિ છે, તે પ્રતિક્રમણની સમાપ્તિરૂપ છે. . સામાયિકનો મહિમા અને પ્રભાવ અપરંપાર છે.
વિદ્યાથી અધ્યાપક પાસે ભણવા જાય ત્યારે પહેલાં તેમને નમસ્કાર કરે છે, તેવી રીતે પ્રતિક્રમણ કરતાં પહેલાં અને છેલ્લે મુહપત્તિનું પડિલેહણ છે.
પડિલેહણ” શબ્દ પણ પ્રતિક્રમણના અંગભૂત છે.
સમ્યગદૃષ્ટિ આત્માનું પડિલેહણ આત્માના અસંખ્ય પ્રદેશે પર્યત વિસ્તરે છે.
મુહપતિ આદિ ઉપકરણે ધર્મારાધનામાં પ્રવેશેલા પ્રત્યેક વિવેકી આત્માને મોક્ષપુરીમાં લઈ જનારી નિસરણીનાં ઉત્તમ પગથિયાં રૂપ લાગે છે. ચાહે તે મુહપત્તિ હોય કે ચરવળા, યા એ, કટાસણું હોય કે નવકારવાળી.
પખી અને સંવત્સરી પ્રતિકમણની સમાપ્તિમાં મુહપત્તિનું પડિલેહણ કરવામાં આવે છે. કારણ કે પ્રતિક્રમણ પૂર્ણ થવા આવ્યું છે, તેના સૂચનરૂપે તથા મુહપત્તિના “બેલ ના ભાવ સિવાય બીજો ભાવ આવી ગયું હોય તેની સાફસૂફી માટે મુહપત્તિનું પડિલેહણ થતું જણાય છે. આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org