________________
ચાર સાહેલીઓ પાણી ભરવા ગઈ. માર્ગમાં તેમને પાણું ભરીને આવતી ચાર સાહેલીઓ મળી. આઠ સાહેલીઓ વાતે વળગી. પણ તેમને જીવ માથે રહેલાં બેડામાં હતો.
- બેડાના સ્થાને સ્વાત્માને સ્થાપીને વિચાર કરીશું તે આપણને આપની આજની કંગાલ દિનચર્ચાને પાકે ખ્યાલ આવશે.
આપનો જીવ મહદ્અંશે કાયા-કુટુંબ-કીર્તિ આદિમાં જ ભટકતો હોય છે.
પેઢી પર બેઠેલો વેપારી જે સમ્યગદષ્ટિવાળો હોય તો તે પિતાને અણમેલ સમય ગ્રાહકનું ધ્યાન ધરવામાં બરબાદ ન કરે.
ઉપાશ્રયમાં સ્થિરતા ફરમાવતા મુનિરાજ જે સમ્યગદષ્ટિવંત હોય તો તેમનું ધ્યાન મુખ્યત્વે સિદ્ધશિલા તરફ રહે.
બાળકને પારણે ઝુલાવતી માતા જે સમ્યગદષ્ટિવંત હોય તો તે તેને હાલરડામાં જિનવાણીનું અમૃત પાયા સિવાય ન રહે.
સમ્યગુદર્શન વગરનું જ્ઞાન એટલે પાયા વગરનું મકાન, સુગંધ વગરનું સોહામણું ફૂલ.
સભ્ય જ્ઞાન એટલે વસ્તુ સ્વરૂપનો યથાર્થ બોધ.
દેહમાં કીકીનું જેટલું મૂલ્ય અને મહત્વ છે, આરાધનામાં તેટલું જ મૂલ્ય અને મહત્વ સમ્યગદૃષ્ટિનું છે એટલે તેને અનુભવી મહાપુરુષો “આત્માની આંખ” કહે છે અને સમ્યગજ્ઞાનને આત્માની પાંખ કહે છે.
આત્માની આંખે જગતને જેનારો આત્મા કદી કઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org