________________
૭૮
- શ્રી જિનેશ્વર પરમાત્માએ સંસારને દુખમય, દુઃખફલક, દુખપરંપરક કહ્યો છે.
એટલે જે આપણે આવા સંસારના સુખ માટે ધર્મ કરીએ તો સમ્યમ્ દષ્ટિ સાવ ઝાંખી પડે, મિથ્યાદષ્ટિ સતેજ બને.
રસ્તે જતી સુંદરીને જોઈને જે આપની આંખ તરત નીચી ન ઢળે, પણ ચકળવકળ થાય તે માનવું કે આપની દષ્ટિ સમ્યગૂ નથી.
સમગદષ્ટિ તો સડસડાટ આત્માને જ સ્પર્શતી હોય છે-પકડતી હોય છે.
ચારિત્ર સિવાય કદાચ મેક્ષ થાય, પણ સમદષ્ટિ સિવાય મેક્ષ ન જ થાય.
ભરત ચક્રવતીને આરીસા ભુવનમાં કેવળજ્ઞાન ઉપાર્જિત કરવામાં ખરી સહાય આવી સમ્યગદષ્ટિએ કરી હતી. એક વીંટી આંગળીમાંથી નીકળી ગઈ તેનાથી દેહની શેભામાં થયેલા ઘટાડાએ તેમને એવો ઝાટકે પહોંચાડ્યો કે ઘાતકર્મો નામશેષ થઈ ગયા.
મુનિવેષે આવેલા દેવની માયાથી અલસાજીના હાથમાંથી લક્ષપાક તેલના ત્રણે બાટલા ફરસ પર પડીને ફૂટી ગયા. બધું તેલ ઢેબઈ ગયું. તેમ છતાં તેમના એક રૂંવાડામાં પણ તેલ ઢોળાયું તેની વ્યથા ન જન્મી.
હા, વ્યથિત થયાં ખરાં, પણ તે વ્યથા તે મુનિરાજ વહેર્યા સિવાય પાછા જાય તેની હતી.
એટલે સુલતાજીના સમ્યકત્વને મધ્યાહ્નના સૂર્ય જેવું ઝળહળતું વર્ણવવામાં આવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org