________________
મુહપત્તિના બોલમાં મનોવિજ્ઞાન સાથે ભારોભાર અધ્યાત્મવિજ્ઞાન પણ રહેલું છે. જે સમયે જીવ જે-જે કાર્ય કરે છે, તેમાં કયા સ્થાને વધુ આત્મપ્રદેશનું સંચાલન થાય છે, તેની પાકી જાણકારી માટે મુહપત્તિ પડિલેહણ છે.
વિધિ-વિધાનનો આ બધો કમ સર્વ કથિત હોવાથી આપનું કર્તવ્ય તેને એકનિષ્ઠાપૂર્વક પાળવાનું છે. તે પછી આપોઆપ તેનાં રહસ્ય આત્મસાત્ થવા માંડે છે. પણ વિધિના બહુમાન પહેલાં આ વિધિ શા માટે?” એ પ્રશ્ન પૂછીશું તે મોક્ષપ્રદધર્મની આરાધનાથી વંચિત રહીશું.
નિષ્કારણ કરૂણસિંધુ શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રકાશેલા સંવિધાનના અંગભૂત વિધિનું બહુમાન એ સ્વયં શ્રી જિનરાજનું બહુમાન છે, અને તેની અવગણના એ શ્રી જિનરાજની તારક આજ્ઞાની અવગણના છે, એ આપણે ન ભૂલીએ !
મુહપત્તિના ૫૦ બેલમાં પ્રારંભના ૨૫ બેલ શરીરના અંગેની પ્રતિલેખના કરવા માટે છે.
અંગાંગની પ્રતિલેખના, દેહભાન દૂર કરીને ત્યાં-ત્યાં બધે આત્મભાવ પ્રતિષ્ઠાન કરવાના નિર્મળ આશયના એક અંગરૂપ છે. | સરવાળે પાપકરણવૃત્તિના અનાદિના વળગાડથી જીવને સર્વથા મુક્ત-નિષ્પા૫ બનાવવાના સહેતુ શાસ્ત્રોક્ત અનેક વિધિઓની જેમ આ પડિલેહણ વિધિમાં રહેલું છે.
મુહપત્તિનું પડિલેહણુ ઉભડક પગે કરવાનું વિધાન જીવદયાના હેતુપૂર્વકનું છે. . . . . .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org