________________
૪૮ અન્યાયોપાર્જિત વિત્તથી ખરીદેલા ધાન્યાદિનું ભેજન સેવન ભજવે છે.
હું તે ત્યાં સુધી કહીશ કે કદાચ પત્થરને પચાવી શકનારી જઠરાગ્નિ પણ પાપનું ધાન્ય કદી ન પચાવી શકે, તે પિટમાં જાય એટલે પાપબુદ્ધિ પુષ્ટ થાય થાય ને થાય જ!
આરાધક માટે અતિ ઉપકારક મહત્ત્વ ધરાવતી આ વાત અહીં એટલા માટે ટાંકી છે કે, તેમાંથી સાર ગ્રહણ કરીને, આરાધકે અન્યાય-અધર્મના માર્ગે મળતા કે હીનૂરથી પણ સદંતર દૂર રહેવાનું સત્ત્વ ખીલવી શકે.
કુશળ વૈદરાજના સચોટ નિદાન પછી લેવાતા ઔષધથી પણ જે દર્દીને રેગ ક્રમશઃ ઓછો ન થવા માંડે તે શું સમજવું?
એ જ કે તે અનુપાન અર્થાત્ પરહેજી પાળવામાં ઢીલે હશે.
આ સંસારના સર્વ દુર રેગોને સદંતર નાબૂદ કરનારા ધર્મના પ્રકાશક શ્રી જિનરાજને અનંતાનંત ઉપમાઓ પૈકી એક ઉપમા મહાવૈદરાજ ની પણ આપવામાં આવી છે.
અને તેઓશ્રીએ જ જગતના જીવોને અનાદિકાળથી વળગેલા મહામોહરૂપી મહારોગને નાબૂદ કરવાનો અજોડ એક ઉપાય તરીકે પ્રતિક્રમણ-ધર્મને પ્રરૂપ્યો છે. એ પ્રતિક્રમણ કરવા છતાં આપણી પાપબુદ્ધિ પાંગળી ન પડતી હોય તે તેનું કારણું પ્રતિકમણ કરનારે અર્થાત્ ધર્મના આરાધકે જે પરહેજી પાળવી જોઈએ તે પાળવામાં બેપરવાઈ કરી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org