________________
૬૩ (૧૬) માથું ધૂણવવું. (૧૭) મૂંગાની જેમ “હું હું” કરવું. (૧૮) બબડાટ કરવો. (૧૯) વાનરની જેમ આંખો ચકળવકળ કરવી.
કાઉસગ્ગને ડહોળનારા આ દેશે ટાળવાના દઢ નિર્ધાર પૂર્વક કાઉસગ્ગ કરવો જોઈએ.
કાઉસગ્ગ દરમ્યાન શ્વાસની લે-મુક કરવાની સાહજિક પ્રવૃત્તિ બાધારૂપ નથી નીવડતી. પણ વાત પિત્ત અને કફ એ ત્રણ પૈકી કોઈ એક પદાર્થ વિકૃત થાય છે, તે ખાંસી, ઉકળાટ, બેચેની, અજપે અધિક વા–સંચાર આદિ વ્યાધિઓ પેદા થઈને કાઉસગ્નને ડહોળી નાંખે છે.
ડહોળાયેલા પાણીમાં પદાર્થનું સ્પષ્ટ પ્રતિબિંબ નથી પડતું, તેમ કાઉસ્સગ્ન ડહોળાય છે, એટલે ચિત્ત, ચેતનરાજનું અમિટ સ્વરૂપ ઝીલવાની ક્ષમતા ગુમાવી દે છે.
એ માટે ઉદરી તપ યા કેઈ અન્ય પ્રકારના તપપૂર્વક કાઉસ્સગ કરવાનું અનુભવી મહાસંતેનું ફરમાન છે.
ભજન રસિકતા, ભજન રસિકતામાં બાધક છે. કાઉસગ એ પણ શાસ્ત્રોક્ત ભજનનો એક પ્રકાર છે. તેમાં રસ ખીલવવા માટે સ્વાદિષ્ટ પદાર્થોના ભેજનમાંથી રસ એ છે કરવો જ પડે છે.
પેટ ભરીને જમનારો માણસ પલાંઠી વાળીને એક આસને સ્થિર બેસી પણ શકતું નથી, તે પછી એવો માણસ કાઉસગ્ગ તે શી રીતે કરી શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org