________________
આ પ્રશ્નનો સચોટ જવાબ પૂ. ઉ૫. શ્રી યશેવિજયજી ગણિવર નીચેની સ્તવન પંક્તિઓ દ્વારા આપે છે.
ઝીલ્યા જે ગંગાજળે, તે છિલર જળ નવિ પેસે રે, જે માલતી ફૂલે મેલીઆ, તે બાવળ જઈ નવિ બેસે રે.
તો પછી પાવનકારી પ્રતિક્રમણરૂપી ભાવગંગામાં ઉમંગે બધા જ પ્રાણેને સ્નાન કરાવ્યા પછી. જે આપણને કાળા ડામરના પ્રવાહ જેવા પાપમાં આળોટવામાં મઝા આવે તો હદ થઈ ગઈ કહેવાય. અર્થાત્ આપણે સાવ નિર્માલ્ય ઠરીએ.
પાપ થઈ જાય તે એક વાત છે અને પાપ કરવા જેવું લાગે તે બીજી વાત છે.
'ગૃહસ્થ પાપ ન જ કરે એ શકય નથી. કારણ કે એ કાજળની કોટડી જેવા સંસારમાં વાસ કરે છે પણ જે પાપ તેને ડાઘરૂપ, કલંકરૂપ ન લાગે તો તેનો આત્મા અધિક મેહગ્રસ્ત છે એ પૂરવાર થાય છે.
આ મેહનું સચોટ મારણ મહામોહજેતા શ્રી અરિહંત પરમાત્માની ભાવપૂર્વકની ભક્તિ જરૂરી છે.
પ્રતિક્રમણ એ આ ભક્તિને જ એક પ્રકાર છે.
સાચી ભક્તિ તેને કહે છે, જેના અસાધારણ પ્રભાવે વિભક્તિને (અલગતાને) સમૂળ ઉછેદ થાય.
શ્રી નવકારનું સવ્વપાવપણાસણે પદ-ભક્ત અને ભગવાન વચ્ચે વાદિવાલરૂપ-પાપકરણવૃત્તિને સમૂળ ઉચ્છેદ કરવાની, શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતની પૂર્ણ પ્રકર્ષવાન શક્તિની આપણને ગેરંટી આપે છે.
પાપ કરવાની વૃત્તિનું મૂળ સહજમળ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org