________________
છે. આગ કરતાં અધિક દાહક છે. વિષ્ટા કરતાં વધુ ગંદુ છે.
ધર્મ ચાંદની કરતાં વધુ ઉજજવળ છે, અમૃત કરતાં વધુ મીઠો છે. બરફ કરતાં અધિક શીતળ છે. ક્ષીરાન્ન કરતાં સવા પિષક છે.
તેમ છતાં પાપ તરફ લપસવાના મનના મિથ્યા વલણ ઉપર આપણે અંકુશ ન સ્થાપી શકીએ તે આપણે ભીષણ વનમાં ભૂંડે હાલે ભટકતા પશુ કરતાં હલકી કક્ષાના જ ગણુઈએ ને !
પશુ કરતાં હલકી કક્ષાના એટલા માટે ગણાઈએ કારણ કે પશુઓ વિવેકરહિત અસંજ્ઞી જેવા જીવે છે, આપણે સંજ્ઞી જ છીએ એટલે સારાસાર વિવેક કરવાના અમોઘ સાધનરૂપ પ્રગટ મનવાળા છીએ,
પશુને ભૂખ લાગે છે, તો ગમે તે ખેતરમાં ઘૂસી જઈને ચરવા માંડે છે, પણ આપણે તેમ કરી શકતા નથી, કારણ કે આપણું મન આપણને તેમ કરતાં અટકાવે છે.
જે આપણું મન ચોરી છૂપીથી ભજન કરતાં આપણને અટકાવી શકતું હોય તો હિંસા, અસત્ય, પનિંદા, કૅધ, માન, માયા, લોભ આદિ પાપ કરતાં કેમ અટકાવી શકતું નથી ?
ગંભીર આ પ્રશ્નનો શાસ્ત્રોક્ત ખુલાસે એ છે કે આપણું મન, આત્માને બદલે સંસાર તરફ ઝૂકેલું હોય છે ત્યારે જ તે આવા પાપ કરતાં અચકાતું નથી.
–તો પ્રશ્ન એ ઊભે થશે કે જે આત્મા પ્રતિક્રમણ કરતો હોય. તે આત્મા પાપરૂચિવાળે હોઈ શકે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org