________________
- ૩૦
ગુમાવીશું. તે ફરી આ લાખેણે માનવભવ ક્યારે પામીશું?
બિંદુ જેટલા વર્તમાનકાલિન ઐહિક સુખ ખાતર સિંધુ જેટલા ભાવિ દુઃખના કારણરૂપ પાપને સેવવામાં શી બુદ્ધિમત્તા છે?
પ્રતિકમણુ-મર્મને આત્મસાત્ કરવાની માનસિક જાગૃતિ કેળવવા માટે જરૂરી આ લખાણનું ગંભીરતાથી અધ્યયન કરવાને આરાધકને સાદર અનુરોધ છે.
કઈ પણ માણસને પાપી” તરીકે સંબોધવામાં આવે છે તે તે તરત લાલપીળે થઈ જાય છે.
તેનો અર્થ એ થયે કે દરેક માણસ “પાપ” ને ખરાબ તે ગણે છે.
તે પછી માણસ પાપ કરે છે શા માટે? કારણ કે તે કમેને દાસ છે.
કહેવાય છે કે જીવ માત્રને સ્વતંત્રતા ગમે છે. આ વાત સ્થલ સ્વતંત્રતા પૂરતી સાચી છે. આત્મિક સ્વતંત્રતાને લાગે વળગે છે ત્યાં સુધી બહુ ઓછા આત્માએ સર્વ કર્મથી મુક્ત થવારૂપ સાચી સ્વતંત્રતાના ખરેખરા ચાહક હોય છે.
આવી સ્વતંત્રતા મેળવવા માટે જિનકથિત ધર્મના અંગભૂત પ્રતિક્રમણ કરવું પડે છે.
પાપ પ્રતિકારશક્તિ ખીલવવાના શાસ્ત્રોક્ત જે ઉપા છે, તેમાં એક પ્રતિકમણ પણ છે.
તે પ્રતિક્રમણના અંગેનું સ્વરૂપ જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org