________________
૩૮
પ્રતિકમણ પૂર્વે લેવાતા સામાયિકનો પ્રારંભ ગૃહસ્થો મંત્રાધિરાજ શ્રી નવકાર બેલીને કરે છે.
શ્રી નવકારને પ્રણામ એટલે સર્વથા નિષ્પાપ જીવનના પરમ શિખરે બિરાજતા શ્રી અરિહંત અને સિદ્ધ પરમાત્માને પ્રણામ, તેમજ સર્વ પાપ વ્યાપારથી વિરમીને નિષ્પા૫ વ્યાપારમાં લીન થવાના પુરુષાર્થમાં ઉજમાળ આચાર્ય– ઉપાધ્યાય અને સાધુ ભગવંતને પ્રણામ.
વિરમવું એટલે પંડ પ્રત્યેના ગાઢ રાગથી વિરક્ત થઈને, આત્માથી બનવું તે.
નિકૃષ્ટ અધ્યવસાયની જે ગેદ, તે “નિદ”.
નિકૃષ્ટ અધ્યવસાય એટલે પિતાની જાત (Self) પ્રત્યેના ગાઢ રાગમાં રંગાઈને એક પિતા સિવાયના સર્વ જીવે પ્રત્યે દુર્ભાવ દાખવવે.
આ અધ્યવસાય ઘટ્ટ બને છે તે કૃણયાનું સ્વરૂપ ધારણ કરે છે.
નિગોદના જ મુખ્યત્વે આ જ અધમાધમ અધ્યવસાયમાં મગ્ન રહે છે, કારણ કે ત્યાં એક શરીરમાં અનંત જીવને સાથે રહેવું પડે છે. એટલે દરેક જીવ, બાકી બધા જીને પોતાના અંગત સુખના કટ્ટર શત્રુ માને છે અને તેથી તે બધા જી તરફ દુર્ભાવનું ઝેર ઓકે છે.
અનાદિ અવિદ્યાજન્ય આ મિથ્થા સંસ્કારનું એટલું બધું પ્રભુત્વ છે કે આ માનવના ભાવમાં પણ તે જીવને સ્વાર્થોધ રાખે છે, પુદ્ગલાનંદી રાખે છે.
આ અધમાધમ અધ્યવસાયને નિર્મળ કરવાને શ્રેષ્ઠ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org