________________
તાત્પર્ય કે સાનુકૂળ અને પ્રતિકૂળ ઉભય પ્રકારની પરિસ્થિતિમાં હર્ષ કે શોકથી નિલેપ ચિત્તવૃત્તિ રહે તો સાચી સમતામાં જીવી શકાય.
સ = આત્મા મતા = મુડી
સમતા એ જ આત્માની મૂડી છે. તેમાંથી ચિત્ત ડગે એટલે જીવને અધ:પાત થાય.
ઉપયોગમાં ખલન થાય એટલે સામાયિક ડહોળાય.
ઓકસીજન વગર હિમાલયના ઉત્તુંગ શિખરે પહોંચવું તે એટલું કઠિન કાર્ય નથી. જેટલું કઠિન બળતા ઘર જેવા સંસારમાં રહીને સામાયિકમાં લીન થવાનું કાર્ય છે.
| સામાયિકમાં રહેલે આત્મા જ્યાં સુધી પિતાને સામાયિકથી અભિન્નભાવમાં એકાકાર નથી કરી શકતે. ત્યાં સુધી તેને આ શુદ્ધ આત્મા સ્વભાવને અનુપમ આસ્વાદ અનુભવવા નથી મળતું.
આત્માનુભૂતિની આ કક્ષાએ પહોંચવા માટે દરરોજ સામાયિક કરવું પડે, તે કાળક્રમે તે કક્ષાએ પહોંચી શકાય.
આત્મસ્વભાવમાં રહેવાથી સ્વહિત સાથે પરહિત સધાય છે. એ શાસ્ત્રવચનને વફાદાર રહેનારા પૂજ્ય મહાત્માઓ પણ સ્વ પર હિતકર અન્ય કઈ પ્રવૃત્તિ, સામાયિક (સમભાવ) ન ડહોળાય તેનું ખાસ ધ્યાન રાખીને કરે છે. - શેરીની ધૂળમાં આળેટીને થાકેલા તેમજ મેલા થયેલા બાળકને એની માતા, ઘરમાં લઈ જઈ, નવરાવીને ધવરાવે છે, તે જ રીતે સંસાર-શેરીની ગંદકીમાં આળોટીને મેલા થયેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org