________________
૩૫
જીવરૂપી બાળકને સામાયિક રૂપી ધર્મમાતા વહાલથી પિતાના ઉચ્છ ગે લઈને હુલરાવે છે.
સામાયિકને જે મહાપ્રભાવ શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રરૂપે છે તેને નહિવત્ બોધના અભાવે આજે આપણે કાયાને કટાસણ ઉપર ગોઠવવાથી માંડ આગળ વધીએ છીએ, અર્થાત્ મનરૂપી પંખીની ઉડાઉડ ઉપર અંકુશ સ્થાપી શકતા નથી.
એટલે વ્યવહાર નયથી સામાયિકમાં બેઠા ગણતા હોવા છતાં સમભાવના પરમ શિખરે બિરાજતા પરમાત્માથી સાવ વેગળા રહીએ છીએ.
ચેતનરાજને પૂરેપૂરે ભાવ આવવાથી જ ભાવસામાયિકમાં છવાય છે એટલે સામાયિકને આત્મા પણ કહ્યો છે.
જીવ એના સ્વભાવમાં રહે છે તે તેને ગ્રેટેલા અશુભ કર્મો ખરી પડે છે. તેના પ્રભાવે અંતઃકરણમાં ભાવસુધા વરસે છે. રૂંવાડે-રૂંવાડે શાંત રસને અભિષેક થાય છે. પૌગલિક રાગ અતિ ઝડપથી રમા બની જાય છે.
આજના અત્યંત ધમાલીઆ વાતાવરણમાં જીવને સાચી માતાના અખૂટ વાત્સલ્યનું પાન કરાવવાની અચિત્ય જે ક્ષમતા સામાયિકમાં છે તેના ઉપર ચિંતન કરવાથી સામાયિક”ની બહાર રહેવું તે ભયંકર દુષ્કૃત લાગે છે.
“માંહી રહે તે મહાસુખ માણે,
બહાર રહે તે ભવદુઃખ માણે.” વધુ શું લખું? સમગ્ર પ્રતિકમણને વજા પાયે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org