________________
એવું દૃઢપણે માને છે તેમજ બોલે છે અને પ્રતિક્રમણ કરનારા પુણ્યાત્માઓની હાર્દિક અનુમોદના કરે છે.
એ તે કર્યો મૂઢ માણસ હોય કે જે પાપનો પક્ષકાર બનવામાં આનંદે?
પ્રતિકમણું શા માટે? દ્રવ્ય આરોગ્યની સુરક્ષા માટે શુદ્ધ હવા-પાણી આવશ્યક છે, તેમ ભાવ આરોગ્યની સુરક્ષા માટે પ્રતિકમણ પણ આવશ્યક છે.
આવશ્યક એટલે અવશ્ય કરવા જેવું.
જેને જ્ઞાની ભગવંતે એ અવશ્ય કરવા જેવું કહ્યું, તે પ્રતિક્રમણ ન કરીએ તો પ્રતિ સમયે બંધાતાં સાત કમે (પ્રાયઃ આઠ) અનંત શક્તિશાળી આત્માને સાવ નિર્માલ્ય, નિસ્તેજ, નગુણે બનાવી દે.
લૌકિક ન્યાય અનુસાર પણ ગુન્હો કરનાર પકડાય છે તે તેને સજા થાય છે અને નથી પકડાતે તે સજામાંથી ઉગરી પણ જાય છે. અથવા પૂરતા સબળ પુરાવાના અભાવે પણું સજામાંથી બચી જાય છે. તે ક્યારેક પિતાના વકીલની તર્કસંગત દલીલના કારણે પણ તે નિર્દોષ પૂરવાર થઈને છૂટી જાય છે.
પણું લોકેત્તર ન્યાય વ્યવસ્થામાં જરા પણ ઘાલમેલ, લાગવગ, બનાવટ, યુક્તિ તેમજ ચાલાકીને લવલેશ અવકાશ નથી.
આ ન્યાયતંત્ર પૂર્ણતઃ વિશુદ્ધ છે. અફર છે, અકાઢ્ય છે, તેમાં કેઈ ચકવતી કે શ્રી તીર્થંકર પરમાત્માના આત્માની પણ લાગવગ ચાલતી નથી, પક્ષપાતને મુદ્દલ અવકાશ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org