________________
૧૩
જીનું અહિત કરનારા આ ઝેરી વાતાવરણને ફેલાવે એટલે વેગ ધારણ કરી ચૂક્યો છે કે જે આજે આ દેશમાં શ્રી જિનેશ્વર પરમાત્માએ સ્થાપેલો શ્રમણપ્રધાન શ્રી જૈનસંઘ વિદ્યમાન ન હોય, તે સર્વત્ર પાપરૂપી અંધકાર ફેલાઈ ગયો હોત.
આ શ્રી સંઘના પ્રભાવે આજે નાના-મોટા ગામનગરના શ્રી સંઘમાં નિત્ય જિનપૂજા, સામાયિક, તપ તેમજ પ્રતિકમણાદિ પૂર્વવત્ ચાલુ છે.
જે તિક્રમણ સૂત્રો મુંબઈને જૈન ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતાં બેલાય છે. તે જ પ્રતિક્રમણ સૂત્રો, આ દેશના એક નાના ગામના ઉપાશ્રયમાં પણ પ્રતિકમણ કરતાં બોલાય છે.
સૂત્રોનું આ એક સરખાપણું સર્વ ધર્મારાધકોને એકસૂત્રે બાંધવામાં પાયાને ભાગ ભજવે છે. તેને કારણે મિથ્યા મતભેદ ઊભા થતા નથી અને ધર્મારાધનામાં એકસંપી જળવાય છે.
મોટા ભાગનાં પ્રતિક્રમણ સૂત્રો અર્ધમાગધી ભાષામાં છે, થોડાંક સંસ્કૃત ભાષામાં છે એકમાત્ર અતિચાર–સૂત્ર ગુજરાતી ભાષામાં છે.
અર્ધમાગધી ભાષાનાં જે સૂત્રો છે, તેને પુનઃ પુનઃ મમળાવવાથી, પાણીમાં ઓગળતી સાકરની જેમ તે સૂત્રોનું આંતરસવ અંત:કરણમાં તેજરૂપે પરિણત થાય છે.
શ્રી વંદિત્તા સૂત્રમાં ગહન જે તાત્વિકતા છે તેને જ વિસ્તાર શ્રી અતિચાર સૂત્રમાં છે.
પાપ કરવાની વૃત્તિથી સર્વથા નિવૃત્ત થવાની તીવ્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org