________________
૨૨
તે પછી રોજ પ્રતિકમણ કરનારા ભાઈઓના જીવનમાં ધર્મશુરાતન નહિવત્ જણાય છે તેનું કારણ શું?
રૂપીઆમાં એક પૈસા જેટલું પણ ધર્મશૂરાતન હોવું એ કઈ મામૂલી બાબત નથી. વાદળ વીંધીને પૃથ્વી તલે પ્રકાશ પાથરતા સૂર્યના એક કિરણની જેમ રૂપીઆમાં એક પૈસા જેટલો પણ ધર્મ સ્વ–પર ઉપકારક નીવડે છે.
તેમ છતાં વ્યક્તિની નબળાઈનો આરોપ, વસ્તુ ઉપર ન કરાય, તેમ પ્રતિક્રમણ કરનારની કચાશના કારણે પૂરતું ધર્મશૂરાતન જીવનમાં ન પ્રગટે તેનો દોષ પ્રતિકમણ ઉપર ન ઓઢાડાય.
મંદ જઠરાગ્નિવાળાને દૂધ ન પચે, તેમાં દૂધને શે દોષ?
આજ કાલ વ્યક્તિની નબળાઈને કારણે, તે જે ધર્મના આરાધના યથાશકિત કરવામાં ઉણુ ઉતરે છે તેમાં ધર્મની ઉણપ કાઢવાની શી જરૂર?
આવું નકારાત્મક વલણ ક્રિયામાર્ગની ઉપેક્ષામાં પરિણમશે.
વર્તમાનકાળે છે એટલા તે જ જાળગ્રસ્ત બની ગયા છે કે આત્માના ઘરની દેખભાળ રાખવાની જરા પણ ભાવના તેમના મનમાં જાગતી નથી,
કાયા, કુટુંબ, કામિની, કંચન અને કીર્તિની કામનામાં ગળાબૂડ આજના મોટાભાગના માણસોને પાપ અખરતું નથીખટકતું નથી. ભૌતિક સુખ આપનારી સામગ્રી મેળવવા માટે તેઓ ગમે તેવું પાપ રસપૂર્વક કરતા હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org