________________
૧૫
ચરમ તીપતિ શ્રી મહાવીરસ્વામી પરમાત્માના ૨૭ ભવાનો ખરાખર અભ્યાસ કરવાથી આ હકીકત યથાર્થ પણે સમજી શકાય છે.
એટલે રાજીદા જીવન વ્યવહારમાં જાણતાં-અજાણતાં નાના-મોટાં પાપ થઈ જવા છતાં, કરવા કરાવવા છતાં તેના તરફ હાર્દિક નફરત વ્યક્ત કરવારૂપ પ્રતિક્રમણ ન કરીએ તે આત્માને લાગેલ એ પાપકમ વધુ ચીકણું અને, ગાઢ ખને, સાથેાસાથ તેના અનુખ ધરૂપ વ્યાજ પણ માથે ચઢે,
આબદાર માણસને માથે દેવું ચઢે એટલે તેની ઉંઘ હરામ થઈ જાય. સ્વાદિષ્ટ ભેાજન મીઠું ન લાગે, એ દેવું વહેલી તકે ભરપાઈ કરવાની ભાવના ભાવે જાહેરમાં ઊઁચા સાદે ખેલતાં પણ શરમાય.
તે જ રીતે આત્માને કમ ગ્રસ્ત કરનારા પાપકર્મો કર્યો પછી અથવા થઈ ગયા પછી વિવેકી આત્માને તેનાથી છૂટકારા મેળવવાના સચોટ શાસ્રીય ઉપાયરૂપ પ્રતિક્રમણ કર્યાં સિવાય ચેન ન પડે.
પ્રતિક્રમણ કરવાથી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું બહુમાન થાય છે ધ`સત્તાના આદર થાય છે, આશ્રવ ઘટે છે, સવર સેવાય છે અને મેક્ષના માગ માકળા થાય છે. એક રાજાની આજ્ઞાનું અપમાન કરનારને સજા થાય છે, તે પછી ત્રિભુવનપતિ શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું અપમાન કરનારને આકરી સજા ખમવી પડે તે સ્વાભાવિક છે. બહુમાન કરવું એટલે આખુ'ય મન સમર્પિત કરી દેવું. સમગ્ર અહુને–વે સિરાવી દેવા, આજ્ઞાકાર ભગવતને સર્વેસર્વાં માનવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org