________________
૧૫
હિંમેશાં તૈયાર છે તે જણાવ્યું. જ્યારે સુરિએ તે પ્રમાણે કરવાની સદંતર ના જ પાડી. પરંતુ કુમુદચંદ્ર તે દ્રવ્યથી ગાંગિલમંત્રીને ફડી પોતાના પક્ષને ક્યારનોએ કરી નાંખ્યો હતો.
આખરે વાદ માટે નક્કી કરવામાં આવ્યું કે “વેતામ્બરે હારે તે તે શાસનને ઉચ્છેદ કરી તેને બદલે દિગમ્બર શાસનને સ્થાપવું. અને જે દિગમ્બરે હારે તો તેમને પકડીને નગર બહાર કાઢી મુકવા.”
કુમુદચંદ્રના પક્ષમાં ત્રણ કેશવ નામના વિદ્વાને અને દેવસૂરિના પક્ષમાં શ્રીપાળ અને ભાન નામના બે વિદ્વાન હતા. મહર્ષિ ઉત્સાહ, સાગર અને રામ આ ત્રણ વિધાન સભાપતિના સલાહકાર
સબ્ધ હતા,
આખરે સં.૧૧૮૧ ના વૈશાખ શુદિ ૧૫ ના દીવસે સિદ્ધરાજની સભામાં વાદ શરૂ થયો. સ્ત્રીનિર્વાણ વિષયક શાસ્ત્રાર્થ ચાલ્યો જેમાં અત્યંત પ્રયત્ન કર્યા છતાં કુમુદચંદ્ર હાર્યો. અને તેને કરાર પ્રમાણે પાટણ છોડી જવાનું ફરમાવવામાં આવ્યું.
આ વાદ વખતે હેમચંદ્રસુરિ, શ્રીચંદ્રસુરિ, રાજવૈતાલિક વિગેરે આચાર્યો પણ તે સભામાં હાજર હતા.
રાજાએ આ જીત બદલ વાદિદેવસૂરિને એક લાખ રૂપીઆ આપવા માંડયા પરંતુ કંચન કામિનીના ત્યાગી તેઓને તે માટી સરખા હતા. આથી રાજાએ તે દ્રવ્યખર્ચ ઋષભદેવનું ચૈત્ય બનાવરાવ્યું કે જેની પ્રતિષ્ઠા સં. ૧૧૮૩ માં ચાર આચાર્યો હસ્તક થઈ.
વાદિ દેવસૂરિના બીજા ગ્રન્થો જેકે આજે ઉપલબ્ધ નથી પરંતુ આ એકજ ગ્રન્થ એ સર્વોત્તમ છે. કે જેમાં સર્વ શાસ્ત્રનું પારંગામીપણું તેમનું આપોઆપ જણાવી આવે છે. જેન સંપ્રદાયમાં પૂર્વે આચાર્યોએ કરેલા અને પછી થયેલા સર્વ ન્યાય ગ્રંથોમાં તેની જડ કરી શકે તેવો અધ્યયનને યોગ્ય વિસ્તીર્ણ અને વ્યવસ્થિત ગ્રન્થ હોય તો આજ છે.