________________
૧૩
ચંદ્ર પણ ચામાસુ રહ્યા હતા. જે પણ વાદકળામાં પ્રસિદ્ધ હતા અને સાથે સાથે અભિમાનથી અક્કડ હતા. તેઓ વાદ્દિવસૂરિના આ ઉત્કૃષ્ટને સહન ન કરી શકયા અને વાદિદેવસૂરિને જુદી જુદી રીતે પજવવા લાગ્યા. છતાં તે સર્વને દેવસૂરિએ શાંતિપૂર્વક સહન કર્યું. આખરે સામાન્ય પજવણીથી સંતાષ નહિ પામેલા કુમુદ્રે દેવસૂરિની પાસે વાર વાર ચારણા માકલવા માંડયા અને જેમની મારફતે તે પેાતાના વખાણુ અને શ્વેતામ્બર સંપ્રદાયની નિંદા કરાવવા માંડી.
પરંતુ આ પ્રમાણેના તિરસ્કાર તેમના શિષ્ય માણિકય સહન ન કરી શકયા તે તપી જવા લાગ્યા ત્યારે ગુરૂએ કહ્યું કે આપણે માટે ક્ષમા એજ ભૂષણુ છે. બાકી આની સાથે ખાટા વિવાદથી લેશ પણ લેશ સિવાય મળવાનું નથી. અને આવેલ ચારણને તેમણે કહ્યું કે તું કુમુલ્ય - દ્રને મ્હારી તરફથી કહેજે કે હે સુન ! ગુણથી વિમુખ રહેવું તે ચેાગ્ય નથી કારણકે લક્ષ્મી જેમ પંકજમાં વસે છે તેમ ગુણ ગ્રહણમાંજ જ્ઞાનનું મૂળ છે. માટે અહંકાર છેાડી શાંતિને ધારણ કરેા.' ચારણુ પણ ગયા અને કુમુદચ`દ્રને તે સ વૃતાંત કહ્યો.
કુમુદચંદ્રે વિચાર્યું કે આમ પજવ્યા છતાં ક્રોધી બની વાદ માટે તૈયાર થતા નથી માટે કાઈ ખીજી યુક્તિ કરવી જોઇએ કે જેથી વાદ કરી તેમને જય કરે આથી તેણે કેટલાક વખતબાદ એક વૃદ્ધસાધ્વીને ધેાળે દીવસે હેરાન કરી. અને તેથી તે વૃદ્ધુ સાધ્વીએ પેાતાને સવૃતાન્ત ગુરૂ આગળ ગદ્ગદ્ સ્વરે કહ્યો. અને વધારામાં કહ્યું કે આપને, અમારા મુનિચંદ્રસુરિ ગુરૂએ ભણાવ્યા, યેાગ્ય જાણી આચાર્ય પદે સ્થાપ્યા તે શું અમારા જેવાની વિડંબના માટે ? ’ વાદિદેવસૂરિએ કહ્યું કે- આયે તે પોતાના હાથે પેાતાની દુશ્ચેષ્ટાનું ફળ પામશે. બાકી દુનસાથે વાદ કરીને શાકાયદા ? ’ સાધ્વીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે-તે વિનીત પતિત થશે કે નહિં તે તા ભાવિની વાત છે પરંતુ જરૂર તમારા પર આધાર રાખનાર સંધ જો તમે આ પ્રમાણે રાખશેા તે જરૂરી હેરાન થશેજ.'