Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
(૬) દષ્ટાંત ચંદ્રપાન સ્વમ
[ ૩૫
ચતુર માણસ નિર્ધન હોય છે. તે સાંભળી દેવદત્તાએ માતાને કહ્યું કે, “હું ધનની લોભી નથી, પરંતુ ગુણમાં; આ સર્વ ગુણ મૂલદેવમાં રહેલા છે. ત્યારે માતાએ કહ્યું કે- અચલ અનેક ગુણયુક્ત છે.” દેવદત્તાએ કહ્યું કે, “તો તેમની પરીક્ષા કરો. ત્યાર પછી તેણે અચલ પાસે દાસી મોકલાવી અને કહેવરાવ્યું કે, “તારી વલ્લભાને શેરડી ખાવાને મને રથ થયો છે. આ માગણી થવાથી તે પિતાને નશીબદારોમાં અગ્રેસર માનવા લાગ્યું અને શેરડીથી ભરેલાં અનેક ગાડાઓ મોકલાવી આપ્યાં. એટલે માતાએ કહ્યું કે, “અચલની ઉદારતા તું જે, કે એક વચનમાં જેણે આટલે મોટો ખર્ચ કર્યો !” દેવદત્તા દીલગીરી પૂર્વક કહેવા લાગી કે, “શું હું હાથણી છું? કે, છોલ્યા સમાર્યા વગર પાંદડા સાથે આખા સાંઠાઓ મોકલાવી આપ્યા! તે હવે મૂલદેવને કહેવરાવે, તે શું કરે છે, તે જોઈએ.” જુગારખાનામાં મૂલદેવ હતા, એટલે દાસીને ત્યાં મોકલાવી કહેવરાવ્યું કે-“દેવદત્તાને શેરડી ખાવાની ઈચ્છા થયેલી છે. એટલે મૂલદેવ દશ કૉડી લઈને બઝારમાં ગયે. બે કડી ખરચીને શેરડીના સાંઠાના મૂળ અને પાંદડા વગરના વચલા રસવાળા ભાગ ખરીદ કર્યા. બે કોડીથી બે નવાં કેરાં કોડીયાં ખરીદ્યાં. બાકી વધેલી કડીથી તજ, તમાલપત્ર, એલચી, ચારોલી વગેરે મશાલે ખરીદ્યો. તીર્ણ છુરીથી સાંઠાની છાલ ઉતારી, સારી રીતે સમારી, ગડેરી રૂપે ટૂકડાઓ કર્યા, વળી અંદર શૂળ પરોવી જેથી હાથ ચીકાશવાળો થાય નહીં. તેના ઉપર તજ, તમાલપત્ર, એલચી, ચારોલી વગેરે સ્વાદિષ્ટ સુગંધી વસ્તુ ભભરાવી કેડીયામાં ગોઠવી દાસી સાથે મોકલાવી. માતાને બતાવીને કહ્યું કે, “બંનેમાં વિજ્ઞાન અને વિવેક કેવા છે? તે જે. મૂલદેવે વગર મહેનતે સુખેથી ખાઈ શકાય તેવા ટૂકડા તૈયાર કરીને શેરડી મોકલાવી છે. અચલે ખર્ચ મોટો કર્યો, પણ એકેય શેરડી મને કામ લાગે તેવી ન મોકલાવી !” આ સાંભળી વિષાદ પામેલી માતા વિચારવા લાગી કે, “પુત્રી એકાંતે મૂલદેવના જ ગુણ તરફ જનારી છે. હવે માતા ચિંતવવા લાગી કે, “એવો કયો ઉપાય કરું? કે અચલથી આ શિક્ષા પામે અને મારા ઘરમાં પ્રવેશ કરી શકે નહિં.” (૩૦) * કેઈક સમયે અકાએ અચલ સાર્થવાહને શીખવાડી રાખ્યું-“કપટથી પરગામ જાઉં છું.”-એમ કહીને તારે અણધાર્યું સંધ્યા-સમયે અહીં આવવું. તે પ્રમાણે કર્યું. એટલે ખુશ થયેલી દેવદત્તાએ મૂલદેવને ઘરમાં દાખલ કર્યો અને તેની સાથે કીડા કરવા લાગી. અચલ સાર્થવાહ વિજળી માફક ઝડપથી ત્યાં આવી ચડ્યો. ઘરમાં આવ્યો એટલે મૂલદેવને પર્લંગ નીચે સંતાડી દીધો. એ હકીકત જાણી એટલે અચલે ગણિકાને કહ્યું કે, “આજે મારે અહિં શય્યામાં બેસીને જ સનાન કરવું છે.” દેવદત્તાએ કહ્યું કે, નિરર્થક શા માટે શય્યાનો નાશ કરે છે ?” અચલે કહ્યું કે, “મારી શય્યા વિનાશ પામે, તેમાં તું શા માટે ઝુરે છે ?” શરીર માલીસ કરવું, વગેરે કરીને સ્નાન-વિધિ શરુ કર્યો. હવે કળશ રેડવાના સમયે મૂલદેવ વિચારવા લાગ્યો કે, “અરે રે ! વ્યસનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org