Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
(૧) ઐત્પત્તિકી બુદ્ધિનાં ઉદાહરણો
[ ૮૩
નાના સાધુને તેણે પૂછયું કે-“હે શ્વેતાંબર બાલસાધુ! કાગડો વિષ્ટા ચૂંથીને તેમાંથી શાની શોધ કરે છે? તું સર્વજ્ઞપુત્ર હોવાથી તેને જવાબ આપ.” એમ પૂછયું, એટલે ક્ષુલ્લક સાધુએ તેને કહ્યું કે-“સ્મૃતિશાસ્ત્રમાં કહેલું છે કે, “જલમાં વિષ્ણુ, સ્થલમાં વિષ્ણુ, પર્વતના મસ્તક પર વિષ્ણુ, અગ્નિની જવાલામાં વિષ્ણુ છે, સમગ્ર જગત્ વિષ્ણુમય છે.” આ વાત સાચી હશે કે કેમ ? તે જાણવા માટે કુતૂહલી કાગડાને કૌતુક થવાથી. શું અહિં વિષ્ટામાં વિષ્ણુ હશે કે કેમ ? તેની તપાસ કરવા માટે અને તે સંશય દૂર કરવા માટે તે શેધ કરે છે.” (૯૧)
૯૨–માર્ગદ્વાર વિચાર- મૂલદેવ અને કંડરીક નામના બે ધૂર્તો કેઈક વખત કેઈક કારણસર માગમાં જતા હતા. માર્ગમાં એક તરુણ સ્ત્રી સહિત એક પુરુષ ગાડીમાં બેસી જતો હતો. કંડરીકને તે સ્ત્રી ઉપર અનુરાગ થયો. મૂલદેવને પિતાને અભિપ્રાય જણાવ્યો. મૂલદેવે કહ્યું કે- તું ખેદ ન પામ, તેની ગોઠવણ હું કરાવી આપીશ.” મૂલદેવે કંડરીકને એક વૃક્ષની ગીચ ઝાડીમાં બેસાડ્યો. પિતે માર્ગમાં જ એવી રીતે રોકાય કે, જ્યાં સુધીમાં તે પુરુષ પોતાની ભાર્યા સાથે તે પ્રદેશમાં આવી પહોંચે. મૂલદેવે પેલા ગાડીમાં બેઠેલા પુરુષને કહ્યું કે, “અહિં આ વાંસવૃક્ષે ના. ગહનમાં મારી પત્નીએ પ્રસૂતિ શરુ કરી છે, તે બિચારી એકલી છે, તો તેને પ્રસૂતિમાં સહાય કરવા માટે એક મુહૂર્ત કાળ માટે મોકલી આપ.” એમ તેની યાચના કરી. પિલાએ પોતાની ભાર્યાને ત્યાં મોકલી. કહેવું છે કે, “આંબો હોય કે લિંબડો હોય, પરંતુ નજીકપણાના ગુણને કારણે જે વૃક્ષ નજીક હોય, તેના ઉપર વેલડી ચડી જાય છે, તેમ સ્ત્રીઓ પણ જે કઈ નજીક હોય, તેને ઈચ્છતી હોય છે”-એ ન્યાયને અનુસરતી એવી તેની સાથે રમણ-ક્રીડા પ્રાપ્ત થઈ–એટલે મૂલદેવની પાસે આવીને હાસ્યવાળું મુખ કરતી “તમને પ્રિય પુત્ર પ્રાપ્ત થયો છે.” એમ કહેતી મૂલદેવના મસ્તકેથી ફેટ ગ્રહણ કરી લીધો. પિતાના ભર્તારને જઈને કહ્યું કે, “ગાડી, બળદ તથા તમે પિતે ખડા–ઉભા રહ્યા, તે સમયે ત્યાં બેટ-પુત્ર જન્મે. “જેમને મિત્રોનો સહારો હોય, તેમને જંગલમાં પણ ભેટ થાય છે.” (૨)
૯૩–સ્ત્રી નામના દ્વારને વિચાર- કોઈક યુવાન ભાર્યા સહિત ગાડીમાં બેસીને માગમાં જાય છે. સ્ત્રીને જળ માટે ગાડીમાંથી નીચે ઉતરવાનું થયું. એક વ્યંતરી યુવાનના રૂપમાં લુબ્ધ બનીને સાચી સ્ત્રીને સરખું રૂપ બનાવીને ગાડીમાં ચડી બેઠી. પેલો યુવાન તે તેની સાથે આગળ ચાલવા લાગ્યો. તેની પાછળ ખરી સ્ત્રી પાછળ રહીને વિલાપ કરવા લાગી કે, “હે પ્રિયતમ ! મને આવા ભયંકર જંગલમાં એકાકી મૂકીને તમે કેમ ચાલવા માંડયું ?” પેલા પુરુષે બંનેમાં કોણ સાચી પત્ની છે? તેને નિશ્ચય કરવા માટે પિતાના ઘરના ભૂતકાળના અને વર્તમાન કાળના વૃત્તાન્ત પૂછળ્યા, તે બંનેએ સમગ્ર વૃત્તાન્ત તેને કહ્યા. ત્યાર પછી રાજ્યાધિકારીઓ પાસે આ વિવાદ ગયો, તે ૫. નિકી બુદ્ધિવાળાઓએ ઈન્સાફ-ન્યાય કરતાં નકકી કર્યું કે, “કેઈક વસ્ત્ર અગર ચીજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org