Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
જૈન પ્રવચનમાં સમાતાં અન્ય દર્શને
[ ૪૨૯
તે વસ્તુ અમને સુંદર જણાતી નથી-એમ કહેનારને સમાધાન આપતા કહે છે કે, બીજા મતવાળાઓએ કહ્યું, આ કારણે અકરણને નિયમ યુક્ત નથી-એમ ન કહેવું, પરંતુ આ યુક્ત જ છે. (૬૯૨).
“આ પ્રમાણે જ છે-એમ શાથી કહે છે?' તેવી શંકાના સમાધાનમાં કહે છે કે –
૬૯૩–જે વાક્ય અર્થથી વચનભેદ હોવા છતાં પણ અર્થની અપેક્ષાએ એક અભિપ્રાયવાળું હોય છે, તથા શબ્દના અવર્ષથી પણ અભિન્ન જ છે. અહિં બીજા મતમાં બે પ્રકારનાં વાક્યો મળે છે, કેટલાંક અર્થથી જ એક અભિપ્રાયવાળાં– અભિન્ન છે. જેમ કે, “આત્મા વિતરણી નદી છે, મારે આમા જ ફૂટ કાંટાળું શામલી વૃક્ષ છે, આત્મા જ ઈચ્છા પૂરી કરનાર કામધેનું છે અને મારો આત્મા જે આનંદ આપનાર નંદનવન છે.” આ વગેરે ભારત ગ્રન્થમાં કહેલાં વાક્યો છે. જે સ્વર્ગ અને નરક બંને છે, તે જ સર્વ ઈન્દ્રિયનું કાર્ય છે, અર્થાત્ જે ઈન્દ્રિયોને કાબૂમાં લેવામાં આવે તે, તે સ્વર્ગ આપનાર થાય છે અને તે જ ઇન્દ્રિયોને નિરકુશપણે વર્તવા દેવામાં આવે તે, નરક આપનાર થાય છે. ઇન્દ્રિયોને અસંયમ, તે આપત્તિના માર્ગે પ્રયાણ કરાવનાર થાય છે, તેને જય કરવામાં આવે, તે સંપત્તિઓ આગળ આવીને સેવામાં હાજર થાય છે, તમને બેમાંથી જે માગે ઈષ્ટ હોય, તે માગે ગમન કરો.”—એ વગેરે. કેટલાંક વાક્યો શબ્દ અને અર્થથી સમાન–એક અભિપ્રાયવાળાં હોય છે. જેમ કે,
જીવદયા, સત્યવચન.” એ વગેરે પ્રસિદ્ધ વાક્યો સાથે. જેમ કે, “સર્વે ધર્મ કહેનારાઓએ આ પાંચ વસ્તુ સામાન્યરૂપે પવિત્ર માનેલી છે. ૧ અહિંસા, ૨ સત્ય, ૩ અચૌર્ય, ૪ પરિગ્રહને ત્યાગ, ૫ મૈથુન છોડવું.” આ વગેરે. આ પ્રમાણે તે હતાં છતાં સમાન અભિપ્રાયવાળા, અભિન્ન અર્થવાળા અકરણનિયમ વગેરે વાક્યમાં વિશિષ્ટ ક્ષયોપશમાદિ વાક્યની સાથે આ પરશાસ્ત્રનું વાક્ય છે-એ રૂપ ઈર્ષ્યા મૂઢભાવરૂપ મેહ, બૌદ્ધ વગેરે સામાન્ય ધાર્મિક જનને થાય અને વિશેષથી તે જિનમતની શ્રદ્ધાવાળા સવ નોને સંગ્રહરૂપે માનનાર મધ્યસ્થભાવને પામેલા એવા સાધુ-શ્રાવકોને ઈર્ષ્યા થાય. માટે જ બીજા સ્થાને એમણે કહેલું છે કે, “ગુણથી તો સમાન હોવા છતાં નામના ભેદથી શાસ્ત્રો-આગમો સંબંધી જે વિરુદ્ધ દષ્ટિ થાય છે, તે ખરેખર દષ્ટિસંમોહ– દષ્ટિરાગ નામનો અધમ દેષ છે.” (૬૯૩) આ સર્વનું સમર્થન કરતાં કહે છે કે
सव्वपवायमूलं दुवालसंगं जओ समक्खायं ।
रयणागरतुल्लं खलु, तो सव्वं सुंदरं तम्मि ॥६९४॥ ૬૯૪–બૌદ્ધ, શિવ, વૈશેષિક, અક્ષપાદ વગેરે બીજા દર્શનવાળાની પ્રજ્ઞા પનાઓનું આદિ કારણ એવા પ્રકારના પ્રવચન પુરુષના અંગભૂત આચાર આદિ બાર અંગે છે. જે માટે સિદ્ધસેન દિવાકર વગેરે આચાર્યોએ તે માટે બરાબર કહેલું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org