Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૫૬૬ ]
ઉપદેરાપદ-અનુવાદ
સમાગમને ધિકકાર થાઓ, આ પરિવારને પણ તેમ જ થાઓ, જેઓ આ પદાર્થોમાં પ્રસત બનેલા છે, તેમ જ તેમાં પ્રમાદભાવ પામેલા છે, તેઓ દુઃખે કરીને પાર પામી શકાય તેવા નરકાદિકરૂપ દુઃખ પ્રાપ્ત કરશે. ભવથી વિરક્ત થયેલા એવા મારે હવે કુશલ-પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તેવા, ધર્મના કાર્યને આરંભ કરવો જોઈએ. કારણ કે, આ મનુષ્ય જન્મ, સુકુલ-પ્રાપ્તિ આદિના સંયેગો ફરી મળવા અતિદુર્લભ છે. આ સમયે ઉદ્યાનપાલક એક મનુષ્ય રાજાને વિનંતિ કરી કે, “હે દેવ ! આપના ઉદ્યાનમાં “શ્રીધર નામના આચાર્ય પધાર્યા છે. રોમાંચિત શરીરવાળા રાજાએ આ વચન સાંભળીને વિચાર્યું કે, “અહે ! મારો અપૂર્વ શુભેદય ઉત્પન્ન થયો છે. કેવા પ્રકારના આ મારા મનોરથો અને મરથ પૂર્ણ થાય, તેવા આ ગુણનિધિ એવા મુનિને યોગ કે મેં મેળવ્યો ! હવે વિલંબનો ત્યાગ કરીને આ સમયે તે કાર્ય કરું. ત્યાર પછી સમગ્ર પરિવાર-સહિત તેમની પાસે જવા માટે તરત જ તૈયાર થયે. અનુક્રમે ત્યાં પહોંચીને આદર-સહિત વિધિપૂર્વક વંદના કરી.
ત્યાર પછી અનુક્રમે પિતાના ચક્રથી પૃથ્વીમડલ સ્વાધીન કરેલ છે એ, નવ નિધિને સ્વામી, અનેક ગુણવાળો ચકવર્તી ચૌદ રત્નને પ્રભુ થયો. ચૌદ રતને
કુરાયમાન કિરણની પ્રભાના સમૂહથી રેમવિવર વિસ્તાર પામેલ હોય. સૂર્યના તેજને જિતનાર (૧) ચકરત્ન અહિં સેવા માટે હાજર થયું. તરુણ તમાલપત્ર-સમાન શ્યામ કાંતિવાળું, વરીના મસ્તકને છેદનારું, પ્રકાશિત કરેલી જિહાવાળે જાણે યમરાજા હેય, તેમ સેવા-તત્પર તેનું (૨) ખડુંગરત્ન શોભવા લાગ્યું. તાપ, જળ અને રજને રોકનાર એવા પ્રકારનું નીચે ઉપર તેની સેવામાં રહેનાર લક્ષ્મીદેવીએ જેમાં કમળ સ્થાપન કરેલું છે, એવું (૩) છત્રરત્ન તેને પ્રાપ્ત થયું. સંપૂર્ણ પુણ્યવાળા એવા તેને નદી–જળ તરવા કે દુઃખે કરી ગમન કરી શકાય, તેવા સ્થાને હંમેશાં કાર્યવાહક થાય, તેવું (૪) ચર્મરત્ન પ્રગટ થયું. કોઈક પર્વત-ભેદ કરવા કે ખોદવા વગેરે કાર્ય માં ઉપયોગી એવે પ્રચંડ (૫) દંડ(રત્ન) પોતાના તેજના કિરણને છેડતે, આકાશમંડલને શોભાવનાર થયો. સૂર્યનાં કિરણેને જ્યાં પહોંચવાને અવકાશ નથી, એવા સ્થળમાં અંધારાને ઉલેચવા ધીર અને સમર્થ જાણે હંમેશના હસ્તભાવને પામી હેય, તેમ તેને ચંદ્રકલા સમાન (૬) કાકિણીરત્ન પ્રાપ્ત થયું. શ્રીદેવીના મુગટમણિ-સમાન સ્કુરાયમાન કિરણે યુક્ત નવીન મેઘ-સમાન, શ્યામ અંધકાર-સમૂહને દૂર કરવાના સામર્થ્યવાળા (૭) મણિરત્નની પ્રાપ્તિ થઈ. વિજાતા મનોહર ચામરેથી શેભાયમાન, ઝરતા મદવાળે તેની ઉંચાઈથી પરાભવિત થયેલ અંજનગિરિ સમાન (૮) હાથીરત્ન પ્રાપ્ત થયું. તેના સંપૂર્ણ પુણ્યને અખલિત ગતિ-યુક્ત બલવાન, મન સમાન વેગવાળું, ઉંચાઈ યુક્ત વાયુ માફક સેવા માટે (૯) અધરત્ન હાજર થયું. વરીના ભયના અવકાશ વગરનો, અતિશય શૂરવીરતાનું પાત્ર, ઘણા શૂરવીરને પરાભવ પમાડનાર એ (૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org