Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 627
________________ ૫૮૪ ] ઉપદેશપદ-અનુવાદ દેવતાઓ પણ આ પ્રમાણે ઉપકાર કરે છે. આ સમયે યક્ષ અદશ્ય થયે. પછી કુમાર જાગે. વળી આગળ પ્રયાણ ચાલુ કર્યું. કુમાર ફલાદિકનું ભક્ષણ કરતા હતા, તેને રોક્યો. ત્રણ રાત્રિ સુધી ઉપવાસ કરીને અનુક્રમે મહાશાલ નગરના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યારે સુમિત્રે કુમારને પેલે મણિ બતાવ્યું અને કહ્યું કે-“આ મણિરત્નની પૂજા કર, કે જેથી રાજા થાય.” આશ્ચર્ય પામતા કુમારે પૂછ્યું કે, “હે મિત્ર! આ તને ક્યાંથી પ્રાપ્ત થયું? સુમિત્રે સામાન્યથી એમ કહ્યું કે, “તારા પુણ્ય-પ્રભાવથી, વિશેષથી તો તને રાજ્ય પ્રાપ્ત થશે, ત્યારે તને જણાવીશ—એમ કહ્યા પછી કુમારે મણિરત્નની પૂજા અને ઉપચાર કર્યા. હવે કુમારે મિત્રને કહ્યું કે, “હે મિત્ર! અત્યારે રાજ્ય-પ્રાપ્તિ કેવી રીતે થશે?” એમ આશ્ચર્ય પામેલા તે રાજપુત્ર આંબાના છાંયડામાં બેઠે. બીજા સુમિત્રે પણ લતામંડપમાં ચિંતામણિરત્નની વિધિપૂર્વક પૂજા કરીને શરીર સ્થિતિની–શરી૨ના, સ્નાન વિલેપનાદિ સાર સામગ્રીની પ્રાર્થના કરી; રત્નના અચિત્ય પ્રભાવથી તે જ ક્ષણે શરીર-મર્દન કરનારા ત્યાં આવ્યા. તેઓએ બંનેના અંગનું મર્દન કર્યું. ત્યાર પછી ઘસેલા સુગંધી પદાર્થો યુક્ત હસ્ત-પલ્લવવાળી તરુણ સુંદરીઓ આવી પહોંચી, તેઓએ આ બંનેના શરીરનું મસાજ કર્યું. ત્યાર પછી સ્નાનવિધિ તૈયાર કર્યો. તે જ ક્ષણે ઉત્પન્ન થયેલ વિવિધ આશ્ચર્યકારી સ્નાન-મંડપમાં મણિરત્ન-કિરણોના સમૂહથી ઈન્દ્રધનુષ-સમાન વર્ણમય, સુવર્ણમય શ્રેષ્ઠ આસન ઉપર સુગંધી જળથી ભરેલા ઘણા કળશે વડે મનોહર ગીત-વાજિંત્રો, નાટક કરવા પૂર્વક તે દિવ્યાંગનાઓએ બંનેને નાનવિધિ કરાવ્યો. દેવતાઈ વસ્ત્ર પહેરાવ્યાં. પુષ્પ, વિલેપનના ઉપચાર કર્યા, પછી સર્વ કામગુણોથી યુક્ત, ખાદ્ય પદાર્થોથી યુક્ત ભજન-સામગ્રી હાજર થઈ. રાજાની બાદશાહી રીતે ભજન કર્યું. ત્યાર પછી ઈન્દ્રજાળની માફક ક્ષણમાં સ્નાન, ભેજન–સામગ્રી અને પરિવાર સર્વ અદશ્ય થયું. ત્યારે વિસ્મય પામેલા રાજપુત્રે કહ્યું કે, “હે મિત્ર! શું આ આશ્ચર્ય છે કે, નીલમણિનો આ પ્રભાવ છે?” મિત્રે કહ્યું, “હે કુમાર! આ એમ નથી. પરંતુ આને પરમાર્થ બીજો છે. સમય આવશે, ત્યારે હું તને જણાવીશ.” તે સાંભળીને વીરાંગદ રાજકુમાર વિશેષપણે આશ્ચર્ય પામ્ય આ બાજુ તે નગરને અપુત્રિય રાજા યમરાજાને અતિથિ બને, એટલે મંત્રથી અધિષ્ઠિત કરેલા હાથી, અશ્વ વગેરે પાંચ દિવ્ય ભ્રમણ કરતા કરતા તે પ્રદેશમાં આવ્યા. તે સમયે “ગુલ ગુલ” એવા માંગલિક શબ્દ કરતા હાથીએ તેના ઉપર અભિષેક કર્યો અને રાજપુત્રને પિતાની ખાંધ પર આરોપણ કર્યો. છત્ર–ચામરોથી અલંકૃત કર્યો. “મહારાજાને જય થાઓ.” એમ બોલતા મંત્રી–સામંતોએ તેને પ્રણામ કર્યા, નગરમાં પ્રવેશ કરવા માટે વિનંતિ કરી. અસંભાવનીય સંપત્તિ પ્રાપ્ત થવાથી વિસ્મય પામેલે રાજકુમાર મિત્રમુખ અવલોકન કરવા લાગ્યા. સુમિત્ર પણ પ્રિય મિત્ર રાજકુમારને સ્વસ્થ થયેલ દેખીને “હવે હું પણ મારી ઈચ્છા પ્રમાણે ગુપ્ત રહીશ.” એ પ્રમાણે ગુપ્તપણે મિત્ર અદશ્ય થ અને રાજપુત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652