Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૫૭૨ ]
ઉપદેશપદ-અનુવાદ
રૂપ અનશન કર્યું. કઈ પણ ધાર્મિક પુરુષ પાસે સર્વજ્ઞનાં આગમવચન શ્રવણ કરતાં કરતાં શ્રદ્ધાનરૂપ એકાગ્રતા પ્રાપ્ત કરી. અનશન કરી મૃત્યુ પામી બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયો. કેઈક સમયે સમવસરણમાં તીર્થકર ભગવંતનાં દર્શન થયાં. ત્યાં સમ્યક્ત્વ-પ્રાપ્તિ થઈ, તથા સંસારને મર્યાદિત સ્થિતિવાળો કર્યો. દરેક ભવમાં ઉત્તરોત્તર સુખની અધિકતા અધિકતા પ્રાપ્ત થવા લાગી. ત્યાર પછી નરક અને તિર્યંચ બે ગતિમાં પ્રવેશ કર્યા વગર નરસુન્દર રાજાને સાતમા ભવે મોક્ષ થશે. (૯૮૮ થી ૯૯૪)
આ ત્રણે અનુષ્ઠાન કથંચિત્ એક જ છે, એમ દર્શાવતા કહે છે–
૯૯૫–આ કુરુચંદ્ર વગેરે ત્રણેનાં અનુષ્ઠાને મોક્ષને અનુકૂળ ભાવગર્ભિત જ ઉદાહરણ છે, માતા-પિતાનાં વિનયાદિક કાર્યો વ્યવહારથી નિશ્ચયને પમાડનારાં કાર્યો છે. જે એમ છે, તે તેમને ફલમાં તફાવત કેમ પ્રાપ્ત થયો? એવી શંકાનું સમાધાન કરતાં જણાવે છે કે, “વૈરાગ્યભાવમાં જે વિશેષ તારતમ્ય થાય, તે કારણે ફલમાં ફરક પડી જાય, એમ સમજવું. જેમ માધુર્ય સમાન હોવા છતાં પણ શેરડીનો રસ, સાકર, ગોળ, વરસાદના કરા વગેરેની મધુરતામાં ફરક પડે છે. સામાન્યથી વૈરાગ્ય હોવા છતાં સતત અભ્યાસ વગેરે અનુષ્ઠાનોમાં પરસ્પર ભાવભેદ રહેલો છે. માટે ફલમાં ફરક પડે છે. (૫) આ પ્રમાણે હેવાથી–
૯૯૬–ત્રણે પ્રકારનાં આ અનુષ્ઠાને આજ્ઞાનુકૂલ આચરણરૂપ સમ્યગુ અનુષ્ઠાને છે. પારમાર્થિક-વ્યવહારનય દષ્ટિથી આ વાત સમજવી. આમાં હેતુ જણાવે છે. અપુનબંધક, માર્ગાભિમુખ અને માર્ગ પતિત સિવાય ઉપરોક્ત અનુષ્ઠાને અહિં બીજા જીવમાં હોતાં નથી. જે પુનબંધક આદિક ત્રણ જણાવ્યા, તેઓ સમ્યગ અનુષ્ઠાનવાળા-આજ્ઞાનુસારી જ હોય છે. (૯૬)
૯૯૭–જેનું લક્ષણ આગળ જણાવીશું, તેવા પ્રકારનું તથાભવ્યત્વ, કાલ, નિયતિ, પૂર્વકતકર્મ, પુરુષકાર-સમગ્ર કારણરૂપ સામગ્રીને સંયોગ એકઠા થાય, તો નક્કી આ અનુષ્ઠાન થાય છે. આ સંક્ષેપથી બતાવ્યું છે. પદાર્થને કોઈ પણ એક કારણ હેતું નથી. (૯૯૭) તેનું સ્પષ્ટીકરણ કરે છે–
૯૯૮–દૈવ એટલે ભાગ્ય અને પુરુષકાર એટલે ઉદ્યમ કરવો-પ્રયત્ન કરો. એ બંનેના અધિકારમાં “દેવ અને પુરુષકાર એ બંને પણ આ કારણથી સમાન-તુલ્ય સમજવા. એકને જે નિયમ રાખવામાં આવે, તો તે નિષ્ફલપણું પામે.” એ વગેરે પૂર્વે કહેલા લક્ષણમાં અર્થોપત્તિથી સર્વ કાર્યો બંનેને આધીન કહેલાં છે. બુદ્ધિશાળી પુરુષે આ વાત પ્રધાનયુક્તિ સહિત યત્નપૂર્વક વિચારવી. (૯૮)
હવે તથાભવ્યત્વ કહે છે– ૯૯૯–તથાભવ્યત્વ એ દરેક જીવનું જુદા જુદા પ્રકારનું હોય છે. અથવા તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org