Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૫૭૮ ]
ઉપદેશપદ-અનુવાદ
અનુચિત આચારના કારણે પરિણમ્યો. તે કારણે બુદ્ધિશાળી વિવેકી આત્માઓએ શુદ્ધ આચાર પાલન કરવામાં તત્પર બનવું. શુદ્ધ આચાર-વિષયમાં આગળ કહીશું, તે દુર્ગાતા નારીનું ઉદાહરણ કહેલું છે. (૧૦૧૮)
તે જ ઉદાહરણ સંક્ષેપથી કહે છે–
૧૦૧૯–જિનાગમમાં એક ઘરડી દરિદ્ર સ્ત્રીનું દષ્ટાંત સંભળાય છે કે, તે ડોશીએ સિન્દુવાર, જાસુદનાં પુષ્પવડે જગદ્ગુરુની પૂજાને મનથી અભિપ્રાય કર્યો, તેથી તે દેવલોકમાં ઉત્પન્ન થઈ. (૧૦૧૯)
આ કથા અગી આર ગાથાથી કહે છે –
૧૦૨૦ થી ૧૦૩૦–મધ્યદેશના મુગટ સમાન, અમરાપુરીની સમૃદ્ધિની સ્પર્ધા કરતી કાકંદી નામની નગરી હતી. કોઈક સમયે સમગ્ર ભુવનના લોકોને આશ્ચર્ય પમાડતા, લોકેને હર્ષ ઉત્પન્ન થાય, તેવા ગુણ-સમૂહવાળા, ગામ, નગર, ખાણ, શહેરોથી વિશાળ પૃથ્વીમાં વિચરતા વિચરતા કોઈક તીર્થકર ભગવંત ત્યાં સમવસર્યા.
ત્યાં સમવસરણની અંદર ચલાયમાન નિર્મલ ચામરોના સમૂહથી વિજાતા શરીરવાળ શરદચંદ્રના મંડલ સમાન ઉજવલ ત્રણ છત્રોના તલભાગમાં બિરાજમાન ભગવંત ધર્મદેશના સંભળાવતા હતા. તે સમયે વિવિધ પ્રકારના યાન, વાહન ઉપર આરૂઢ થયેલા પ્રૌઢ આડંબર-યુક્ત, ગંધહસ્તીની ઉન્નત ખાંધ ઉપર બેસીને છત્રથી ઢંકાયેલ આકાશતલ વિષે, ચારણ જનાથી ગવાતા ગુણગણવાળા, જેના ભેરીના ભાકાર શબ્દથી આકાશતલ પૂરાઈ ગયું છે. એવા રાજા તથા બ્રાદ્વાણો, ક્ષત્રિય, વૈશ્યો વગેરે નગરલકે ગન્ધ, ધૂપ, પુષ્પની છાબડીઓ વગેરે પૂજાની સામગ્રીઓ જેના હાથમાં રહેલી છે, એવા કિકરગણ સાથે જેમણે વિવિધ પ્રકારની વેષભૂષા અને આભરણ ભૂષાની સજાવટ શરીરે કરી છે, એવા નગરના સ્ત્રીપુરુષ જ્યારે તેમને વંદન કરવા માટે જતા હતા, તે સમયે એક દરિદ્ર વૃદ્ધ સ્ત્રી પાણી-ઈલ્પણ માટે નગર બહાર નીકળી હતી. તેણે કઈકને પૂછ્યું કે-એક દિશામાં સર્વ લોક મુખ કરીને ઉતાવળા ઉતાવળા જતા કેમ જણાય છે ?”
પિલાએ પ્રત્યુત્તર આપ્યો કે, “જગતના એક અપૂર્વ બધુભૂત, જન્મ, જરા, રોગ, મરણ, શેક, દુર્ગતિ વગેરે દુઃખોનો ઉછેદ કરનાર તીર્થકર ભગવંતને વંદન, પૂજન કરવા માટે જાય છે. તે સાંભળી તે દરિદ્ર ડોશીના અંતઃકરણમાં ભગવંત વિશે ભક્તિ ઉત્પન્ન થઈ. તેણે ચિંતવ્યું કે, “હું પણ પ્રભુપૂજા કરવાનો પ્રયત્ન કરું. પૂજા કરવાના અભિપ્રાયવાળી થયેલી આ પ્રમાણે વિચારવા લાગી કે-“અહો ! હું કેવી અતિદુર્ભાગ્યવાળી છું, પુણ્યરહિત છું, શાસ્ત્રમાં કહેલા પૂજાના પદાર્થો વગરની છું. માટે આ અરણ્યમાં ફેગટ મળતા તેવા પ્રકારના સિન્દુવાર, લાલ જાસુદનાં પુપ મારી મેળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652