Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 623
________________ ૫૮૦ ] ઉપરાપદ-અનુવાદ રાક બુદ્ધિ થાય છે. કેમ કરી તે આઠમા મનુષ્યભવમાં સિદ્ધિ પામનારે થાય છે. આ આઠ ની વચ્ચે ૭ સાત દેવના ભ થાય છે, તે જુદા સમજવા, નહિતર બંનેના ભવો સાથે ગણવાથી આઠમે દેવભવ આવી જાય. અને તે દેવભવમાં સિદ્ધિ સંભવતી નથી. આઠમા ભાવમાં જેવી રીતે સિદ્ધિ મેળવી, તે કહે છે – કનકપુરમાં કનકધ્વજ રાજા થઈને શરદકાળના ઈન્દ્રમહોત્સવના કારણે નગરથી બહાર નીકળ્યો, ત્યારે આગળ કહીશું, તેવું વિલક્ષણ અશુભ દેખીને તે પ્રત્યેકબુદ્ધ થયો. તે આ પ્રમાણે–દેડકાને સર્ષે, તે જ સર્પને કુરર નામના પક્ષિવિશેષે, કુરને અજગરે-એમ દરેકને એક બીજા દ્વારા પકડીને ભક્ષણ કરાતા દેખ્યા. ત્યાર પછી વિચારણા કરવા લાગ્યા કે, “આ જગત હીન, મધ્યમ, ઉત્તમ એવા ભેદવાળું છે, તેમાં મોટે નાનાને, નાનો તેથી હીનને ભક્ષણ કરે છે. જે પ્રમાણે વિચાર્યું, તે વિસ્તારથી સમજાવે છે. આ લોક દેડકાની જેમ જાતિ, કુલ, વૈભવાદિકની ન્યૂનતાવાળો હોય તે, સર્પ સરખા બીજા તેનાથી બળવાન હોય તેમના વડે, નાનાને પીડા પમાડીને પોતે જીવે છે. તે સપ પણ બીજા બળવાન કુર૨ સરખા અન્ય પ્રાણીથી ગળી જવાય છે. તે સર્પ પણ સ્વવશ નથી, તેનાથી બળવાન કુરર છે. કુરરની વળી તેવી જ પરાધીન અવસ્થા છે. તેના કરતા બળવાન અજગરે તેને પણ જડબામાં જકડે છે. એ અજગર પણ યમરાજાને પરવશ છે. આવા પ્રકારને “મસ્ય-ગલાગલ” ન્યાયવાળા લોક છે. બળવાન નબળાને સતાવે છે. આવા પ્રકારને લેક છે, તેમાં વિષયના પ્રસંગોમાં આસક્તિ કરવી, એ મહામોહ-મહામૂર્ખતા છે. એમ વિચારતા મૃત્યુવિષયક મહાભય ઉત્પન્ન થયો. ઉત્તમ પ્રકારને ચારિત્ર ગ્રહણ કરવાને અધ્યવસાય થયે, એટલે રાજ્ય વગેરેનો ત્યાગ કરીને કેમે કરી પાપ શમાવવા ક્ષમા શ્રમણ થયો. શ્રેષ્ઠ એવી કેવલલક્ષમી પાપ્ત કરીને પરમકલ્યાણ કરનાર હોવાથી “શકાવતાર' નામના ચેત્યથી વિભૂષિત એવા ઉદ્યાનમાં અયોધ્યા નગરીમાં સિદ્ધિપદ પામ્યા. (૧૦૩૦) દુગતા નારીનું ઉદાહરણ પૂર્ણ થયું. ૧૦૩૧–આ જિનેશ્વર ભગવંતના ધર્મમાં બીજા પણ રત્નશિખ આદિક તેમજ આગળ જણાવેલા સુદર્શન શેઠ વગેરે અનેક મહત્વશાળી પુરુષો વિશુદ્ધ યોગના અનુષ્ઠાનોમાં અનુરાગી બની કલ્યાણ સાધી શાશ્વત સિદ્ધિસ્થાન પ્રાપ્ત કરનાર થયા છે. તેમાં વનખિનું કથાનક આ પ્રમાણે સંભળાય છે— રત્નશિખાની કથા આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં અર્ધચક્રી વાસુદેવ બલરામ સાથે હતા. વળી ગોકુળ સહિત ગેવિંદ હતા. બીજા પક્ષે ચકી-કુંભાર, હલધર એટલે ખેડૂત અને ગાયના વૃન્દ સહિત ગોપાલ જેમાં હતા, એવું સુસ્થિત સુગ્રામ નામનું ગામ હતું. ત્યાં સ્વભાવથી ભદ્રિક વિનય, સરળતા આદિ ગુણયુક્ત સંગત નામને એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652