Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
તથાભવ્યત્વ-વિચારણ
[ ૫૭૫
મુક્તિ ન થવી જોઈએ. એ વિશેષ હેતુ કયો છે કે–ભવ્યતા સમાન હોવા છતાં એકની એક કાળમાં સિદ્ધિ છે અને બીજાની સિદ્ધિ નથી.
એમ થાય તે ઋષભાદિક પર્યાય પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્ત ન કરે. ઋષભાદિક જીવની સિદ્ધિ થાય, ત્યારે જેમ મહાવીરાદિક બીજાની સિદ્ધિ થતી નથી. વિશેષ હેતુ કોને કહેવાય કે, “જે ભવ્યત્વ સમાન છતાં પરંતુ એકની એક વખતે સિદ્ધિ થાય છે,
જ્યારે બીજાની પણ તે કાળે સિદ્ધિ થતી નથી. જે સમાન સ્વભાવ સ્વીકારવામાં આવે, તો એકી સાથે જ સિદ્ધિનો સંભવ ગણાય. (૧૦૦૬).
૧૦૦૭––બુદ્ધિશાળી પુરુષોએ આ ન્યાયમાર્ગની મર્યાદાને ન ઉલ્લંઘન કરવી. આ મર્યાદાને ઉલ્લંઘન કરવામાં આવે, તો યથાસ્થિત વસ્તુને નિર્ણય-શ્રદ્ધાને વિનાશ થાય. માટે યથાર્થ પણે તેને તપાસવી. જે બરાબર તપાસવામાં ન આવે, તે સમ્યમ્ વિશ્વાસ-શ્રદ્ધાના વિનાશની અપેક્ષાએ બીજા દેષની પ્રાપ્તિ થાય. (૧૦૦૭)
તે જ બતાવે છે–
૧૦૦૮–જે સર્વ પ્રકારના અયોગ્યમાં પણ એક સ્વભાવ હોવાના કારણે તેના જે જે વિવિધ પ્રકારના પર્યાય છે, તેમાં દેશ, કાળ આદિ પર્યાયથી વિચિત્રતા થાય, ત્યારે તેના સ્વભાવમાં તે કઈ ભેદ નથી, તે અભવ્યની પણ મુક્તિ થાય. ઋષભાદિકને નિર્વાણકાળમાં જે સ્વભાવ છે, તે સ્વભાવ જે મહાવીરનો થાય, તો બંનેને નિર્વાણમાં જવાનો એક કાળ થવો જોઈએ. કારણ કે, ભવ્યતામાં કઈ ભેદ નથી. અને આ પ્રમાણે તમે સ્વીકારતા નથી. તેથી એમ માનવું પડશે કે, “તે કાળમાં જે યોગ્ય નથી, એવા ઋષભ આદિનું નિર્વાણ થયું છે-એમ માનવું પડશે. અને જ્યારે એમ થાય તો અભવ્યની પણ મુક્તિ થવી જોઈએ. કારણ એ છે કે, “તે કાળમાં જેમ ઋષભાદિ
ગ્ય નથી, તેમ અભવ્યનું પણ તથાભવ્યત્વ એગ્ય નથી, તે કાળનું અગ્યપણું બંનેમાં સમાન છે. (૧૦૦૮).
૧૦૦૯–ભિન્ન પર્યાની પ્રાપ્તિરૂપ અન્યથાનુપપત્તિ-ભવ્યતામાં ભેદ વગર ભિન્ન પર્યાયની પ્રાપ્તિની અનુપત્તિ-અશક્યતા (જેમ ભજન વગર તૃપ્તિની અનુપત્તિ છે, તેમ) ઋષભાદિકના ભવ્યત્વમાં જે ભેદ સ્વીકાર કરો, તો નક્કી વિશિષ્ટ ભવ્યતા વડે આકર્ષણ હેવાના કારણે ઈષ્ટની સિદ્ધિ થશે. અર્થાત મનવાંછિત તીર્થકરના કે તેવા બીજા ઈષ્ટ પર્યાયોની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે ભવ્યતાની વિચિત્રતામાં અનેકાંત છે. સામાન્યરૂપે ભવ્યતા એક પ્રકારની છે. જેમ કે, આંબો, લિંબડે, કદંબ વગેરે વૃક્ષામાં વૃક્ષત્વ સમાન છે, જ્યારે વિશેષની ચિંતા કરવામાં આવે, ત્યારે જેમ આગ્રાદિકમાં રસ, વિર્ય અને વિપાકના ભેદથી જુદી જુદી વિશેષતા છે. તથા પરસ્પર ભિન્ન પર્યાયવાળા પ્રાણીઓમાં ભવ્યતાનાં પણ વિવિધ રૂપે છે. (૧૦૦૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org