Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૫૬૮ ]
ઉપદેશપદ-અનુવાદ
આપનાર પુરુષોએ તરત રાજાને વિનંતિ કરી કે, “હે દેવ! આજે તમારા ઉદ્યાનમાં સકલ જગત જીવો પ્રત્યે વાત્સલ્ય રાખનાર, ત્રણ જગતની લહમી સમાન એવા ભગ વંત હાલ તરત પધાર્યા છે. સમાચાર સાંભળતાં તરત જ તેઓને સાડાબાર લાખ સુવ
નું આજીવિકા દાન અને ખુશ ભક્તિથી તેટલા જ ઝેડ સુવર્ણનું દાન અપાવરાવ્યું. સમવસરણની રચના થઈ. દેવ, દાનવ આદિ સમૂહ આવ્યું, ત્યારે અંતઃપુર અને પુત્રપરિવાર સહિત તે નગરમાંથી બહાર નીકળ્યો. ભગવંતને વંદના કરી, મોક્ષ સાધી આપનાર ધર્મ સાંભળ્યો. તે સમયે જેને ઉત્તમ ભાવ ઉલ્લસિત થયો છે, એવો તે ભગવંતને પૂછવા લાગ્યો કે-“હે ભગવંત! આ મારા આખા રાજ્યમાં આ મંત્રીપુત્ર મને કેમ આટલો મનની પ્રીતિ ઉપજાવનાર થાય છે? ત્યારે ભગવંતે કહ્યું કે આ ભવ પહેલાના આઠમા ભાવમાં તું જ્યારે કાર એટલે પોપટપણે હતો, ત્યારે તે તારી પનીરૂપે મેનાપણે હતી.” આ વૃત્તાન્ત કહ્યો, એટલે તેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. મનમાં દઢ વૈરાગ્ય ઉત્પન્ન થયો. બે હથેલી એકઠી કરી ભુવનના સૂર્યને વિનંતિ કરવા લાગ્યો કે-“હે ભગવંત! પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને પ્રાર્થના કરવાના સ્થાનરૂપ આપના ચરણકમળમાં હવે હું વ્રતે ગ્રહણ કરીશ.” ત્યારે ભગવંતે કહ્યું કે, “આ વિષયમાં ઢીલ કરવી એગ્ય નથી. કારણ કે, ઉત્તમ આત્માઓને મોક્ષ સિવાય બીજી પ્રાર્થના કરવાની હતી નથી.” પિતાના રાજ્યપદ પર પુત્રને સ્થાપન કરીને પ્રકૃણ સંગવાળા ભુવનને આશ્ચર્ય પમાડે તેવાં ચારિત્રરૂપ વ્રતો અંગીકાર કર્યા. તેનો મિત્ર હતા, તેણે પણ સાથે જ મહાત્ર ગ્રહણ કર્યા. કાલે કરી, કેવલજ્ઞાન પામીને બંને મોક્ષે ગયા. વિષય-અભ્યાસના યોગે દરેક જન્મમાં મેહમલને ક્ષીણ કરતા તેમ જ કુશલ-પુણ્યાનુ બંધી પુણ્યની વૃદ્ધિ કરતા તેઓ આ પ્રમાણે મોક્ષને પ્રાપ્ત કરનાર થયા. (૩૮૩) સંગ્રહગાથાને અક્ષરાર્થ જણાવે છે –
આશ્રમંજરીનાં પુષ્પથી જિનપ્રતિમાની ભક્તિથી પૂજા કરનાર એવો કંઈક પોપટ હતું. ત્યાર પછી તેનું મરણ થયું અને કંડલના સ્વમથી સૂચિત તે રાજપત્નીનો પુત્ર થયો. તેના જન્મસમયે નાલ દાટવા માટે ભૂમિ ખોદતા હતા, ત્યારે તેમાંથી નિધિ પ્રાપ્ત થયો. તેનું નિધિ કુંડલ નામ પાડયું. કળાઓ ગ્રહણ કરી, યૌવન પામ્યો, પણ સ્ત્રીઓ તરફ રાગ ન ઉત્પન્ન થયે. એ જ પ્રમાણે મેનાએ પણ તે વખતે પિપટ સાથે તે પ્રમાણે પૂજા કરી હતી. તે પણ મૃત્યુ પામીને બીજા કઈક નગરમાં રાજપુત્રીપણે જનમેલી, પરંતુ તેને પણ કેઈ બીજા પુરુષ ઉપર રાગ થતો નથી, માત્ર અસાધારણ ગુણવાળા નિધિકંડલના રૂપાદિક શ્રવણ કર્યા, તેને છોડીને ક્યાંય તેનું મન રાગ કરતું નથી. આ પોતાને અભિપ્રાય પિોતે છૂપાવી રાખે, એટલે માતા-પિતાને ચિંતા થવા લાગી. પુરુષના અનુરાગ વિષયમાં મંત્રીને જ્ઞાન થયું, એટલે ઊંટડી (સાંઢણી) ઉપર મુસાફરી કરનાર તેને દરેક જગ પર મોકલ્યા. અને રાજપુત્રીનું પ્રતિબિંબ તૈયાર કરીને તેમાં નામ, સ્થાન, રૂપ જણાવનાર સર્વ આલેખન કરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org