Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પાપ અકરણ નિયમ
[ ૪૩૩
નક્કી આ દેહ વિનાશ પામવાના સ્વભાવવાળે છે. દેહનું ફળ હોય તો તપ અને સંયમની સાધના કરવી. જીવન તો એકદમ વહી જાય છે, માટે ધર્મમાં પ્રમાદ ન કર. ”
આ પ્રમાણે ગણિનીના મુખચંદ્રમાંથી ઝરેલ વચનામૃતનું પાન કરતી એવી તે ચારેય સખીઓનું સમગ્ર મિથ્યાત્વ-વિષ ક્ષણાર્ધ માં નાશ પામ્યું. ત્યારે તેઓએ કહ્યું કે, “હે ભગવતી ! આપે અમારા ઉપર કૃપા કરી. આપે જે કહ્યું તેમાં ફેરફાર નથી, પરંતુ અમે હજુ મંદસત્ત્વવાળા આત્માઓ છીએ. તમોએ તે તપ અને ચારિત્રને આ ભાર આકડાના રૂ માફક સહેલાઈથી ઉચક્યો છે, જ્યારે અમને તો આ તપચારિત્રને ભાર મેરુપર્વત કરતાં પણ અધિક લાગે છે. તે હવે મોહ-મદારીથી નૃત્ય કરાવાતા અને પ્રમાદની ઊંડી ખાઈમાં પડેલા એવા અમને હસ્તાવલંબન સમાન ગૃહસ્થાચિત ધર્મ આપે.” “આ ગ્યાત્માઓ છે.” એમ વિચારીને સાધ્વીએ પ્રધાન અને માર્ગના મુખ્ય સાધનભૂત એવું નિમલ સમ્યક્ત્વ નિસ્પૃહ ભાવથી તેમને આપ્યું. વળી ઉપરાંત કહ્યું કે, “સર્વ અણુવ્રતે, ગુણવ્રત ધારણ કરવા તમે સમર્થ ન બની શકે, તો પણ તમે પતિ સિવાય બીજા પુરુષને સંગ ન કરવાનો દઢ નિયમ કરો. અકરણ નિયમનું સ્વરૂપ મતિવૈભવવાળા પુરુષો નીતિનિપુણ પણે આવી રીતે કહે છે કેપોતે જાતે પાપ ન કરે, બીજા પાપ કરતા હોય તેમને પણ પાપ કરતાં રોકે. આમ કરવાથી નિર્મલ કીર્તિ ચંદ્ર, સૂર્ય સુધી વિસ્તાર પામે છે, તેમ અકરણ નિયમનું પાલન કરવાથી પરંપરાએ કલ્યાણ પામી મુક્તિ પ્રાપ્ત કરનાર થાય છે. આ લેકમાં પણ દેવતાઓ
આ નિયમથી પ્રભાવિત થઈ આધીન બને છે, તેમ જ જીએ ચિંતવેલાં સમગ્ર કાની સિદ્ધિ થાય છે. કુલવતી સ્ત્રીઓ માટે આ ઉચિત છે, આ પરલોકના સુખ માટે થાય છે. ત્યારે હર્ષથી ઉલ્લસિત ગાત્રવાળી તે સર્વેએ એમ કહ્યું કે, “અમને ગમતું હતું એવું, મહારોગ દૂર કરનાર એવું ઈષ્ટ ઓષધ આપે આપ્યું.” ઘણું જ બહુમાન સહિત આ ઉત્તમ નિયમ તેઓએ ગ્રહણ કર્યો. આ નિયમનું પાલન કરતી, જિનેશ્વર અને ગુરુ મહારાજની સત્કાર-ભક્તિ કરવામાં તત્પર બનેલી, પવિત્ર જિનમતમાં રસિક બનેલી એવી તે ચારે ય સખીઓને કેટલેક કોલ સુખમાં પસાર થયે.
હવે નંદન નામના નગરમાં ચંદ્રરાજાએ પિતાના દૂત દ્વારા રતિસુંદરીને રૂપતિશય સાંભળે. મનને આકર્ષણ કરનાર અનુરાગરસના અતિશયથી તે રાજાએ તેની માગણી કરવા માટે મંત્રીને નિયુક્ત કર્યો, એટલે મંત્રી ત્યાં ગયો, નિપુણ બુદ્ધિવાળા મંત્રીને સત્કાર કર્યો, કન્યાની માગણી કરી. તેને પ્રાપ્ત કરી. ઘણું આડંબર સહિત સારા મુહ રાજાએ મોકલી. પૂર્ણનિધિવાળી જાણે લહમીદેવી હોય, એવી તે સ્વયંવર કન્યા તેની પાસે પહોંચી. હવે પ્રશસ્ત દિવસે મનહર મંગલ-વિવાહ પ્રત્યે અને નંદનનગરમાં વધામણાને આનંદ વિસ્તાર પામ્યો. તે નગરમાં નગરજને અને નારીવર્ગના વચનઉલ્લાપો એવા પ્રકારના સાંભળવામાં આવતા હતા કે, “શું આ કઈ દેવાંગના છે કે
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org