Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
વ્યાખ્યા-વિધિ
[ પ૧૫
જે વિષયની વ્યાખ્યા ચાલતી હોય, તેને બંધબેસતે યુક્તિયુક્ત હોય, પરંતુ વિષય બહારને ન હોય. આ પ્રમાણે વ્યાખ્યા-વિધિ જણાવી. (૮૫૭) અહીં જે મતાંતર છે, તે જણાવે છે –
૮૫૮–ઓછી બુદ્ધિ, મધ્યમ બુદ્ધિ અને અધિકબુદ્ધિ હેય, તેવા શિષ્યોના પ્રકારે જાણીને સૂત્ર, અર્થ આદિ વિધિથી–તે આ પ્રમાણે વિધિ જાણ “ સૂત્રાર્થ માત્ર કહે તે પ્રથમ, બીજે નિયુક્તિ-સહિત અર્થ કથન કરો, અને બાકી સર્વ પ્રકારના નય, નિક્ષેપ, શંકા-સમાધાન આદિ સહિત અર્થ કથન કરવામાં આવે, તે ત્રીજો અર્થ. અનુયોગ-વ્યાખ્યામાં આ વિધિ કહે છે. આવા લક્ષણથી વિશેષિત સૂત્રની વ્યાખ્યા કરવી. અથવા સૂત્ર-પદાર્થ આદિ ચાર પ્રકારવાળી વ્યાખ્યા કરવી. અહિં સૂત્રનાં પદોને અર્થ માત્ર કહે. ત્યાર પછી આદિશબ્દથી વાક્યર્થ, મહાવાક્યર્થ અને દંપર્યરૂ૫ અર્થ કહે. એટલે ૧ પદાર્થ, ૨ વાક્યાર્થ, ૩ મહાવાક્ષાર્થ અને ૪ એદંપર્યાર્થ. (૮૫૮) એ જ કહે છે–
૮૫૯-પદ, વાક્ય અને મહાવાક્ય તેના અર્થ શિષ્યની પાસે પ્રથમ પ્રગટ કરવાસમજાવવા. દંપર્ક અર્થ એ સહુની પાછળ પ્રકાશિત કરે. આ પ્રમાણે વ્યાખ્યાવિધિ-નિરૂપણામાં ચાર શ્રતના ભાવ-અર્થ તેના ભેદોનો નિર્દેશ કર્યો. હવે તેમાં, પદના બે ભેદ “સુબત' એટલે નામને પ્રત્યય લાગે તે એક અને “તિડક્ત એટલે ધાતુઓને પ્રત્યય લાગે, ત્યારે ક્રિયાપદ. ફરી “સુબત્તીના ત્રણ પ્રકારો-નામ, ઉપસર્ગ અને નિપાત. તેમાં ઘટ એવું નામ, પ્ર, પરા વગેરે ઉપસર્ગો, વા, હી વગેરે નિપાત. તિડઃ જેમ કે, પતિ–એટલે રાંધે છે વગેરે. એક અર્થને પ્રતિપાદન કરનાર હોય, તે પદે કહેવાય. વાક્ય-અનેક પદોના અર્થો છે, તે પરપર અર્થેના સંબંધરૂપ વાક્યો. થાય–તે ચાલના કહેવાય. પદનો સમૂહ તે વાક્ય, પરસ્પર તે વાક્યોને સંબંધ થાય, તે મહાવાક્ષાર્થ. તે વાક્યોના જે અર્થો તેને પરસ્પર સંબંધ જેમાં પ્રતિપાદિત થાય, તે મહાવાક્યર્થ. બીજા પદના અર્થ સાથે એક પદના અર્થની ગતિ કરાવવીસંબંધ કરાવ–આ જેનું સ્વરૂપ છે, તે વાક્ય. બે ત્રણ વાક્યોના અર્થોને પરસ્પર સંબંધ જેમાં થાય, તે મહાવાક્ય. વિશિષ્ટતર એક અર્થના કારણે જેમાં અન્ય વાક્યોના અર્થોને પરસ્પર સંબંધ થાય, તે મહાવાક્યર્થ. ઔદંપર્ય એટલે તાત્પર્ય. આ પ્રમાણે પદ, વાક્ય, મહાવાક્ય અને ઔદંપર્યરૂપ અર્થો સમજવા. પદાર્થ ચાલના રૂપ વાક્ય કહેવાય. જેમાં પ્રશ્ન ઉભો કરી, શંકા કરી પૂર્વપક્ષનું સ્થાપન થાય, તે ચાલના, તથા જેમાં વિશિષ્ટતર એક અર્થનું સમાધાન કરવારૂપ મહાવાકય. જેમાં આ પ્રધાન અર્થ છે, એને જે ભાવ, તે દંપર્ય–સૂત્રને છેલ્લો ભાવાર્થ એમ સમજવું. (૮૫૯)
આ પદાર્થાદિકના વ્યાખ્યામે શા માટે સ્વીકાર્યા હશે, તે કહે છે– ૮૬ –સંપૂર્ણ પદાર્થો આદિનું સ્વરૂપ સમજાવવાથી–કહેવાથી શ્રોતાને શાસ્ત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org