Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
ધર્મ-દેશના
[ ૫૫૭
છે. માટે સર્વ ગુણોની પ્રાપ્તિ થયા પછી હવે પ્રયત્નપૂર્વક ધર્મમાં પ્રયત્ન કરવો યુક્ત છે. નહિંતર કટપદ્રુમને સમાગમ થયા પછી કઈ તેને લાભ ન મેળવે, તો મળેલ નિષ્ફલ ગણાય છે. અથવા તે વિષયભોગમાં લાલચુ બનેલો કેઈ તે કલ્પવૃક્ષની પાસે શિક્ષા કે જૂ-પણું મેળવવાની પ્રાર્થના કરે તે સમાન અનર્થક છે. સુખ મેળવવાના અપૂર્વ કારણરૂપ ઉપરોક્ત સામગ્રી અને ગુણસમુદાય મેળવીને કેટલાક દુરાત્માઓ તેને મૂળમાંથી નિષ્ફલ બનાવે છે. તે આ પ્રમાણે
કોઈક નગરમાં એક કુલપુત્રક હતું કે, જે સ્વભાવથી દરિદ્રશેખર વેપાર કરે, તો લાભના બદલે નુકશાન ન થાય, આવી સ્થિતિ તેના માટે સદાકાળની થયેલી હોવાથી કેઈ દિવસ તેને મસ્તકમાં તેલ નાખવા જેટલો પણ સંસ્કાર કરવાનો અવસર આવ્યો નહિ. તેથી કરીને લાખ લીખો, તેમ જ હજારો જૂઓ તેને મસ્તકમાં ઉત્પન્ન થઈ. વારંવાર મસ્તકમાં ખણુજ આવવાથી ખોતરતો અને તેની પારાવાર પીડા ભોગવતો હતો. ક્યાંય પણ રતિ ન મળવાથી કંટાળેલો મરવાની ઈચ્છા કરવા લાગ્યા. ઘણું ભાગે દેશાન્તરનું શરણું લેવામાં આવે, તે દારિદ્રય નાશ પામે છે. એમ વિચારતો ભૂખ, તરશ, વેદના આદિથી ફલેશ પામતે, ભ્રમણ કરતો કરતો તેવા પ્રદેશમાં પહોંચ્યો કે, જ્યાં કલ્પવૃક્ષ હતું. તે કેવા ગુણવાળું હતું? તે કહે છે પોતાનાં પુષ્પોની સુગંધમાં અતિલુબ્ધ ભ્રમરોથી યુક્ત, આકાશતલ સુધી ઉચે ફેલાએલ ડાળીઓના સમૂહો એક બીજા વૃક્ષોની અંદર પ્રવેશ કરીને સર્વ એકસ્વરૂપ પામેલ, વિજા, છત્ર, પતાકાશ્રેણી, તોરણ આદિ કરેલા હોવાથી લોકોનાં નયનો અને મનને આનંદ આપનાર, પ્રણામ કરનાર લોકોની પ્રાર્થનાથી તરત જ ઇચ્છેલા પદાર્થો પ્રાપ્ત કરાવનાર, જેણે વિવિધ પુષ્પરૂપ આદિથી પ્રૌઢ (દેહ) સત્કાર કરેલો છે. (૧૭૫)
એવું કલ્પવૃક્ષ દેખીને આગળ લોકો પાસે જે સાંભળ્યું હતું, તે યાદ આવ્યું કે-“આ કલ્પવૃક્ષની સારી રીતે આરાધના કરવામાં આવે, તરત આપણે મનમાં ચિતવેલા પદાર્થો આપે છે. તો હવે આ દરિદ્રશેખર વિચારવા લાગ્યું કે, બારીક જૂઓ અને લીખો મારા નખથી ગ્રહણ કરું છું, તો હાથમાં આવતી નથી, તો આ લીખ અને જૂઓ જે મોટી થાય, તો સુખેથી ગ્રહણ કરી શકાય. ગમે તેટલી લીખોને વીણું છું, તે પણ પકડાતી નથી. હવે જે લીખ અને બારીક જૂઓને સ્થૂલભાવ થાય, તે સુખેથી પકડી શકાય, માટે કલ્પતરુ પાસે આ માગણી કરું-એમ વિચારી તે નદીએ ગયો, ત્યાં સ્નાન કરી પુષ્પોની અંજલિ ભરીને હર્ષ પામેલો ક૯પવૃક્ષની નજીકમાં આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરી, પૃથ્વીતલ પર મસ્તક નમાવીને ભાલતલ પર જોડેલા બે હાથ સ્થાપન કરીને વિનંતિ કરવા લાગ્યું કે, “હે ભગવંત! ક૯પતરુ! તમે તો યથાર્થ નામ પ્રમાણે ગુણવાળા છે. હું ઘણે દુઃખી છું. તો મારા પર કૃપા કરે છે, જેથી આ લીખો જૂભાવમાં પરિણમે, જેથી હું સુખેથી ગ્રહણ કરીને સહેલાઈથી તેને ત્યાગ કરી શકું. તે જ ક્ષણે તે દુર્ભાગી ઈચ્છા પ્રમાણે મોટી જૂઓવાળો થયો. રાજ્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org