Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 606
________________ જિન-પૂજાનાં જન્માન્તરમાં શુભ લા [ ૫૬૩ ત પુષ્પાના સમૂહથી લચી પડતા, સુંદર, ચમકતા પુષ્કળ પત્રા જેને ઉત્પન્ન થયા છે. સારા છાંયડાવાળા એવા કલ્પવૃક્ષને દેખ્યા. સવ સ્વસ-સ્વરૂપ તેણે પતિને નિવેદન કર્યું, એટલે આપણા કુલમાં મનાવાંછિત પૂર્ણી કરનાર કલ્પવૃક્ષ સમાન પુત્ર-લાભનું મૂળ જણાવ્યું, કઈક અધિક નવ માસ પછી પુત્ર ઉત્પન્ન થયા. ‘ કુલકલ્પતરુ ’ એવું નામ સ્થાપન કર્યું”. ક્રમે કરી યૌવનવય પામ્યા. કાઇક દિવસે સેવકાના પ્રમાદદોષથી પુષ્પા, ગધ વગેરે ભાગાના પદાર્થા તાજા-નવીન ન પ્રાપ્ત થવાથી તે ચદ્રકાન્તા પ્રિયાએ કરમાઇ ગએલ વાસી પુષ્પાદિકથી શૃંગાર સજ્યે, તે એટલે અત્યંત મનેાહર રૂપવાળા ન થયા, એટલે સખીએએ ઉપહાસ કરતાં કહ્યું કે, ‘તું પિતાને તેટલી વલ્લભ જણાતી નથી. કારણ કે, ભાગના પદાર્થા નિર્માલ્ય હતા, તે તને માકલ્યા છે.' તે જ ક્ષણે વૈરાગ્ય પામી કે, મારા પિતા પણ મારા પ્રત્યે સ્નેહ વગરના થયા છે, તેા હું માનુ છું કે, ખીજું પણ કંઈક હશે. આ જગતમાં પિતા કરતાં અધિક પ્રેમાળ કાણુ હોય ? જો તેઓ પણ સ્નેહ-રહિત થઈ જાય, તે પછી માનવું પડે કે, આ જગત શૂન્ય છે.’ ચિત્તમાં આવા પ્રકારનું ચિંતન કરવાથી નિર્માહી અનેલીને જ્યારે રાજાએ દેખી, ત્યારે રાજાના પણ સ્નેહ-પિશાચ વિષામાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી તેએ સકલ જગતને આાળકોના ધૂળના ઘર-સમાન અથવા પવનથી ઉડતી ધ્વજા સમાન ચંચળ-અનિત્ય માનવા લાગ્યા. આ પ્રમાણે સ'સારથી વિરક્ત માનસવાળા એવા તેમના દિવસેા પસાર થતા હતા, ત્યારે ત્યાં વિપુલયશ નામના તીર્થંકર ભગવત સમવસર્યા. સૂર્યના મિષ સરખા ગેાળ આકૃતિવાળા, આગળ ચાલતા ધર્મચક્રથી ઘણા શાભાયમાન, અંધકાર દૂર ચાલ્યે! ગયા હતા. વળી અતિમનેાહર પાદપીડ સહિત સ્ફટિકરનના અનૈલા સિંહાસન તેમ જ આકાશમાં ચંદ્ર સરખાં ત્રણ છત્રેથી ભગવત શાભા પામતા હતા. વિજળીના ઢગલા સરખા તેજસ્વી સુવણૅ મય નવ કમળે ઉપર પગ સ્થાપન કરીને ચાલતા, અનેક ક્રાડ દેવતાઓથી પ્રણામ કરાતા, ઉંચા-નીચા કરી શ્વેત ચામર જેમને ઢળાતા હતા, પ્રલયકાળના મેઘસમાન ગ ́ભીર દુ‘દુભિના ભ’કારશબ્દથી દિશાના અંતે અધિરિત કર્યા છે-એવા પ્રાતિહાર્યોં સહિત જાણે પૃથ્વીતલ પર પ્રત્યક્ષ સ્વર્ગ ઉતાર્યું... હાય-એવા તીર્થંકર ભગવંત ત્યાં પધાર્યાં. સમાચાર-નિવેદક પુરુષોએ રાજાને કહ્યું કે, ‘હે દેવ ! આજે ‘વિપુલ’નામના ધર્મ તીથ કર ભગવંત આ નગરમાં સમવસર્યાં છે. સ ઋદ્ધિ-સહિત તેમને વંદન કરવા માટે નીકળ્યા અને પાંચ અભિગમ-સહિત તેમના ચરણકમળ પાસે પહેાંચે. તેમણે ધર્મસભળાવતાં જણાવ્યું કે‘ આ મનુષ્યજન્મ દુર્લČભ છે, તેમ જ ઈન્દ્ર સરખાનુ પણ વહી ગયેલું આયુષ્ય ફરી પાછું મેળવી શકાતુ' નથી, વિત, નિરોગી શરીર આદિ ચચળ છે. આ જગતમાં સમગ્ર લેાકેા સ્નેહતપર ત્યાં સુધી જ રહે છે કૈ, જ્યાં સુધી પેાતાનાં કાર્ય સાધી શકાતાં હોય, ક સર્યા પછી સ્નેહ વિસરી જાય છે, અર્થાત્ સ્વજનાદિકના સ્નેહ ચંચળ છે. ધર્મવિષયક વીય-ઉદ્યમ-પરાક્રમ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652