Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૫૪૬ ]
ઉપદેશપદ-અનુવાદ
કહું છું કે, “આત્મપરિણતિમાં જે સુંદર હોય, તે જ બોલવું ઉચિત છે. નહિંતર બુદ્ધિશાળીઓએ અનુચિત બોલવું યુક્ત ન ગણાય. કારણ કે, “આ લોકમાં આ જીભને કુહાડી તેઓ માટે ગણેલી છે કે, જેઓ આ જીભને ઉપગ કરે છે, ત્યારે શું પરિણામ આવે છે? તે જણાવે છે. શ્રુતચારિત્રરૂપ ધર્મ, તે સિવાય અધર્મ, તે બંને રૂપ વૃક્ષે, તેઓનો છેદ થાય છે. તે આ પ્રમાણે-આ જીભને સારી રીતે વાપરવામાં આવે, તે અધર્મરૂપ પાપ-વિષવૃક્ષોને કાપી નાખે છે અને ખોટી રીતે જીમને પ્રયોગ કરવામાં આવે, તે ધર્મરૂપ વૃક્ષને છેદ કરી નાખે છે, માટે જીભને કુહાડી સરખી કહી છે. માટે હું મૌન હતા. જે પ્રમાણે તમે કહ્યું, તે જ પ્રમાણે આ છે. એમ બોલતાં તે માતા-પિતા વગેરે પરિવાર-સહિતને પ્રતિબંધ થયે. પરંતુ ધર્મ પરીક્ષાના વિષયમાં માતા-પિતાએ પૂછયું કે, “ઘણું ભાગે માતા-પિતાની પૂજા અને તેમનો ઘાત આ બેમાં જગતમાં અતિશય યુક્ત શું કહેવાય ?” આ પ્રમાણે તેઓએ પૂછયું, ત્યારે પુત્રે જવાબ આ કે- બીજા ધર્મવાળાઓ ઘણે ભાગે ‘પૂજા એગ્ય છે.” એમ કહે છે. હું તો આ વિષયમાં જણાવું છું કે- અનેકાન્તવાદથી પૂજા અને ઘાતનું તત્ત્વ વ્યવસ્થિત કરવું. આમાં હેતુ જણાવે છે કે, માતા-પિતાએ વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારના હોય છે. વ્યવહારનય મતને આશ્રીને માતા-પિતાઓ જગતમાં પ્રસિદ્ધ છે. નિશ્ચયનથી તો તૃણું–લોભ અને માન-અહંકાર એ બંને માતાપિતા થાય છે. જગતના સર્વ સંસારી જીને તે બેથી જન્મને લાભ થાય છે. આ પ્રકારે માતા-પિતાના બે વિભાગ જણાવ્યા. હવે તેને ઉચિત શું કરવું ? તે કહે છે. પ્રથમ પ્રકારના માતાપિતાના ત્રણે કાળ પ્રણામાદિ પૂજા-સત્કાર કરવા. બીજા જે માતા-પિતા છે, તેમનો નિશ્ચયનય મતથી વધ કરવે-નાશ પમાડવા. માટે તેમાં અનેકાંતવાદ જોડવો યુક્ત છે. ૯૬૬
પડિલેહણા, પ્રમાર્જના, જયણારૂપ બાહા ચેષ્ટા અને ધ્યાન–ભાવનારૂપ અત્યંતર ચેષ્ટા આ બેમાં અધિક શોભન ચેષ્ટા કોને ગણવી ?” આ પ્રમાણે માતા-પિતાએ પૂછયું, ત્યારે રાજપુત્રે જવાબ આપ્યો કે-“એક બીજાને હરકત ન પહોંચે, કેઈની પ્રધાનતા કે અપ્રધાનતાનું નિવારણ ન થાય, બંને સમાન રીતે જે કાળે શોભા પામે અને જે વખતે જેની કળા વૃદ્ધિ પામે, તે વખતે તે ચેષ્ટા શોભન ગણાય. જે કાળે જે પ્રસિદ્ધિરૂપે વિસ્તાર પામે, ત્યારે તે જ શોભન ગણાય-એમ સમજવું. ઘણા લોકની અંદર પ્રસિદ્ધિ પામેલ સ્વરૂપવાળો “રાજા” વગેરે શબ્દરૂપ વાગ્યની જેમ.
બાહ્ય અને અત્યંતર ચેષ્ટાઓ પરસ્પર વિલક્ષણ હોવાથી આ બંનેને ભેદ છે. એક-બીજાના સહકારણે બંને પ્રશસ્ત છે-એમ ભાવ સમજ. આ પ્રમાણે વ્યવહારનય મત કહીને હવે નિશ્ચયનય મત કહે છે–અત્યંતર ધ્યાન-ભાવનારૂપ ચેષ્ટા, તે પડિલેહણા આદિક બાહ્યા ચેષ્ટાને દૂષિત કરતી નથી. વૃક્ષ જેમ પિતાની છાયાને નકકી કરતો નથી, તેમ બાહ્ય ચેષ્ટા આ ક્રમથી અત્યંતર ચેષ્ટાને, જેમ વૃક્ષ મૂળને છોડતું નથી. આ પ્રમાણે નિશ્ચયનય અને વ્યવહારનયવાળા કહે છે કે, એક એક ચેષ્ટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org