Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
રાજકુમારે આપેલ તાવિક પ્રત્યુત્તરો
[ ૫૪૫
કારણે ભાંગી જાય તો પણ દુઃખ થાય છે. ઘટિકામાં સ્થિરત્વ બુદ્ધિ, પુષ્પમાળામાં અનિત્યતાની બુદ્ધિ કરી છે, એવાની માળા કરમાઈ જાય, તે પણ તેને શોક થતું નથી અને ઘટિકામાં નિત્યપણાની બુદ્ધિ થઈ હોય તેવાને જે હાંલ્લી ભાંગી જાય, તે શેક કરનાર યાય છે.” ધર્મવાળો અ૫-આરંભ પરિગ્રહવાળ હોય છે અને તે આ લોકમાં દરિદ્ર ગણાય છે. એ જ પુરુષ અલ્પારંભ-પરિગ્રહના કારણે ભવાંતરમાં ધનવાન શેઠ થશે. કારણ કે, પૂર્વભવમાં વ્રતાદિક ધર્મ કરીને પુણ્ય-સંપત્તિ ઉપાર્જન કરેલી છે. તથા અહિં જે ધનવાન છે, તે પરલોકમાં દરિદ્ર થશે. કારણ કે, તેણે અહિં આરંભપરિગ્રહનો ત્યાગ કરી પુણ્ય પાર્જન કર્યું નથી.” (૯૬૦)
–આ પ્રમાણે સર્વ પ્રશ્નોના ઉત્તર આપનાર કુમારને માતા-પિતાએ કહ્યું કે, વૈરાગ્ય–ભાવનાથી તું ધર્મને જાણકાર છે, તે પણ ગતિ ન કરતો હોવાથી, તથા બોલતો ન હોવાથી આ બંને કારણે આ સમયે તું અમને અસમાધિ કરાવનાર થયો છે. આ પ્રમાણે કહેવાયેલે તે રાજપુત્ર તેમને કહે છે કે અત્યાર સુધી તો જવા યોગ્ય સ્થાનને અભાવ હોવાથી મેં ગતિ ન કરી, સ્થિર બેસી રહ્યો. આમાં મારી શરીરની અશક્તિ છે–એ કારણ ન માનવું.” હવે જવા એગ્ય સ્થાન બતાવે છે
મારી પિતાની આત્મસ્વરૂપ પ્રવજ્યા સ્વીકારવારૂપ ગતિથી માતા-પિતા તુલ્ય ધર્માચાર્યું કે, જેને શિષ્ય-પરિવાર ઘણો મોટો હોય અને જ્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થતી હોય, તેવા તેમના મોટા ગચ્છમાં મારે જવાનું છે. વળી તે ગચ્છ કે ? તે કહે છે-અહિં “દીવગ” શબ્દના બે અર્થો થાય છે. વિસામો આપનાર દ્વીપબેટ અને આદિશદથી પ્રકાશ કરનાર દીપક, આ બંને યોગ જે ગમાં વર્તતા હેય, તેવા ગચ્છમાં ગમન કરવું યુક્ત છે. અહિં આશ્વાસ-વિસામો લેવા લાયક દ્વીપ દ્રવ્ય અને ભાવ એવા બે પ્રકારવાળો છે. તેમાં દ્રવ્યથી સમુદ્રની વચ્ચે તેવા પ્રકારને જળથી ઉંચ ભૂમિભાગ હોય, તે દ્વીપ. તે પણ સ્થિર અને અસ્થિર એમ બે પ્રકારનો હેય, તેમાં કોઈ વખત ભરતી આવે અને દ્વિીપ ઉપર જળ ફરી વળે. બીજે, જેમાં પાણી ફરી વળે નહીં એ નિરુપદ્રવ પણે રહી શકાય તેવો. એ જ પ્રમાણે પ્રકાશ કરનાર દીપક પણ બે પ્રકારની સ્થિર અને અસ્થિર. તારા, સૂર્ય, ચંદ્રરૂપ સ્થિર અને તૃણ છાણા, કાષ્ટના અગ્નિના કણિયાના તેજરૂપ અસ્થિર. ભાવાશ્વાસરૂપ દ્વીપ તે ચારિત્રરૂપ બે પ્રકારનો. અસ્થિર અને રિથર. ક્ષાપશમિક ચારિત્રરૂપ અસ્થિર, કારણ કે, અતિચારરૂપ જળથી ડૂબાડનાર-ભીંજવનાર--મલિન કરનાર છે, જ્યારે ક્ષાયિક ચારિત્રરૂપ સ્થિર છે, જેમાં અતિચાર-જળ લાગતું નથી. ભાવપ્રકાશ-દીપ તે તો મતિજ્ઞાનાદિ રૂપ છે. તેમાં સ્થિર કેવલજ્ઞાનરૂપ, અસ્થિર મતિ આદિ ચાર જ્ઞાનરૂપ. તેથી કરીને જે ગચ્છમાં ભાવાશ્વાસ-દ્વીપનો રોગ અને ભાવપ્રકાશ દીપકને યોગ હોય, તેવા ગચ્છમાં મારે ગમન કરવાનું છે–એ ભાવ સમજ.
તથા હું મૌન હતું તેના વિષયમાં આપે જે પૂછેલું હતું, તેને પ્રત્યુત્તર આપને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org