Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
જાતિસ્મરણથી સંવેગ
[ ૫૪૩
જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે ભય પામી ચિંતવવા લાગ્યો કે, અહિંથી નરકે શા માટે જવું ? એમ વિચારી હવે પોતાની ગમનક્રિયા અને બોલવાનું બંધ કર્યું, એક સ્થળે બેસી રહેવું અને મૌન રાખવું. આવી સ્થિતિ અંગીકાર કરી, એટલે પિતાએ તેને વ્યાધિ થયો સમજીને વ્યાધિ-નિગ્રહ માટે વૈદ્યો પાસે ચિકિત્સા કરાવી. વૈદ્યોએ કહ્યું કે. “આના શરીરમાં વાતાદિ કોઈ વિકાર નથી.” રાજાએ મંત્રીને પૂછ્યું કે, નિરોગી હોવા છતાં આમ કેમ બેસી જ રહેલો છે? મંત્રીએ જાણ્યું કે, આ કેઈ ભાગ્યશાળી આત્મા જાતિસ્મરણ જ્ઞાન થવાથી ભવથી ઉઠેગ પામેલે જણાય છે. એટલે મંત્રીએ રાજાને પૂર્વભવમાં અનુભવેલી ઋદ્ધિ બતાવવાથી સાચું યથાર્થ સ્વરૂપ જાણી શકાશેએમ વિચારીને રાજાએ મંત્રીને પૂર્વભવ-વિષયક ભવસિથતિ તેને બતાવવી એ પ્રમાણે નિયુક્ત કર્યો.
ત્યાર પછી મંત્રીએ પૂર્વ તૈયારીઓ કરાવી અને કુમારને નવરાવી, અંગવિલેપન કરાવી, આભૂષણોથી અલંકૃત કરી, સુખાસનમાં બેસાડ્યો. ત્યાર પછી વિશિષ્ટ પરિવાર, લક્ષણ, ઋદ્ધિ-સહિત રાજમહેલમાંથી બહાર નીકળ્યો. ત્યાગ કરવા લાયક, આદરવા લાયક એવા પદાર્થના વિભાગના જ્ઞાનવાળે કુમાર જ્યાં આગળ ગયો, ત્યારે ભોગ ભગવનાર કોઈક પુરુષ દેખવામાં આવ્યો, તથા નવા જન્મેલા પુત્રને ઉજવાતો ઉત્સવ, તથા મરી ગયેલાની પાછળ રુદન કરતા લોક, તથા ભિક્ષા માગનારાઓ વગેરેને દેખીને પડખે રહેલા લોકો કુમારને પૂછવા લાગ્યા કે, “આ ભેગીપણું, પુત્રજન્મોત્સવ, મરણરુદન. ભીખ માગવી ઈત્યાદિ વિવિધ પ્રવૃત્તિઓમાં તવ શું હશે ?” ત્યારે કુમારે કહ્યું કે, “વ્યાજ-વટાવ, વેપાર-ધંધે કરી જે ધન એકઠું કરે છે–અર્થાત ધનલાભ મેળવ–એવા ચિત્તવાળો શાસ્ત્રીય ભાષાથી તેને દાતા કહેલો છે કે, જે સ્ત્રી આદિ વર્ગને ભેગવનાર છે. પરંતુ મૂલ મૂડી ખરચીને જે ભેગી બને છે, તે પરમાર્થથી ભોગી બની શકતું જ નથી. કારણ કે, તે ભોગ ભોગવવાથી નવા ભોગ–લાયક પુણ્યનો બંધ થતો નથી. પરંતુ પિતાના પુણ્યની મૂળ મૂડી ખાવા-પીવા, મોજ-મજામાં પૂરી થાય છે અને ખાલી થાય છે. આવી લેકનીતિ છે. આત્મા તરફ લક્ષ્ય રાખીને વિચારીએ, તો “ધમ કરવા વડે કરીને ભેગી” ઈત્યાદિકથી આગળ વિસ્તારથી કહેવાશે. પુત્ર જન્મ્યો, એટલે વધામણું કરવા ઈત્યાદિ રૂપ જે ઉત્સવ કરવામાં આવે છે, પરંતુ તે તો ખણજ-દાદર રોગ વગેરે દર્દોના સમાન જાણવા. જેમ ખણજ-દાદર આદિ રોગ થયે હોય, ત્યારે ખણતા ખણતા શરુઆતમાં કંઈક સુખકર-મીઠી ખણ સખ આપનારી ભાસમાન થાય છે, પરંતુ પછીના કાળમાં મહાન બળતરા ઉપજાવનારી થાય છે. એ પ્રમાણે પુત્રજન્માદિક સમયે ઉસવ આનંદ કરાય છે. શરૂમાં આહલાદ ઉત્પન્ન કરતો હોવા છતાં જ્યારે લગ્નાદિ કર્યા પછી અણધાર્યો મૃત્યુ પામે છે, ત્યારે પુત્રમરણ અને પુત્રવધૂને દેખીને બમણે દુઃખી થાય છે. એ જ આનંદ ઉત્પન્ન કરાવનાર હતા અને મૃત્યુ-સમયે એ જ પુત્ર સંતાપને હેતુ થાય છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org