Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રભુ-પૂજા-ફલ
[ ૫૪૯
મંડિત, સ્થાને સ્થાને શોભા પામેલ હોવાથી, દેવલોકને પણ ઝાંખું કરતું એવું સાકેત નામનું નગર હતું. તે નગરમાં રાજાના વંશમાં ખેતી અને મણિ સમાન, ચંદ્ર સમાન ઉજજવલ યશ-સમૂહવાળ, વરીઓને વિનાશ કરવા માટે રોષથી લાલ બનેલા નેત્રવાળ, યમરાજાની તલવાર સમાન દેખાતો, કુનીતિ આચરનારા હરણિયા સમાન રાજાઓ માટે સિંહ સમાન, વિનયથી નમન કરતા સામંત રાજાઓના મુકુટથી જેના ચરણ સ્પર્શાયા છે, એવો સમરસિંહ નામને રાજા હતા. તેને વિકસિત કમલલમી સમાન મુખવાળી, શંખ માફક ઉજવલ કુલલક્ષ્મીવાળી, પોતાના રાજ્ય અને જીવિત માફક રાજાને પ્રિય એવી દમયંતી નામની પ્રિયા હતી. વિવિધ પ્રકારના વિષયો ભેગવતા ભેગવતા વિરહ પામ્યા વગરના તે બંનેના દિવસો પસાર થતા હતા. કેઈક સમયે સુખે સુતેલી રાણીએ રાત્રિના મધ્યમાં સ્વપ્નમાં ઈન્દ્રના મનહર ધનુષ્ય-સમાન કુંડલ દેખ્યું. તે જ ક્ષણે જાગૃત થઈને પતિને નિવેદન કર્યું. પતિએ કહ્યું કે, “હે પ્રિયે! તને પવિત્ર અંગવાળો પુત્ર નક્કી થશે. ચંદ્રને ઉદય થાય, ત્યારે સમુદ્ર, પૃથ્વી અને આકાશતલને અનુત્તર વિસ્તાર પામે છે, તેમ તે પુત્રને જન્મ થશે, એટલે આપણા કુલરૂપ સમુદ્રની વૃદ્ધિ થશે.”
- ત્યાર પછી કંઈક અધિક નવમાસ પૂર્ણ થયા પછી શરીરની પ્રજાના સમૂહથી દિશાઓને વિભૂષિત કરતો એ પુત્ર જન્મ્યો. ત્યાર પછી નાલનો છેદ કર્યો અને
જ્યારે તે દાટવા માટે ભૂમિ છેદતા હતા, ત્યારે રત્ન ભરેલા નિધાનની પ્રાપ્તિ થઈ. તેને મોટો જમોત્સવ પ્રવર્તાવ્યો. ત્યાર પછી કુંડલનું સ્વપ્ન અને નિધિનું દર્શન થયેલું હતું, તે કારણે પિતાએ “નિધિકુંડલ” એવું નામ સ્થાપન કર્યું. આ પ્રમાણે અનેક હજાર મહોત્સવ-કીડાઓને આશ્રય કરતા તે વૃદ્ધિ પામ્ય અને અતિસુંદર તરુણીઓનાં હૃદયને હરણ કરનાર યૌવન પામ્યો. પેલી મેના પણ મૃત્યુ પામીને કુણાલ દેશમાં શ્રાવસ્તી નગરીમાં શ્રીસેન રાજાની કાંતિમતી નામની રાણીની કુક્ષિમાં અશેક વૃક્ષનાં પુપોની માળાના સ્વપ્નથી સૂચિત એવી પુત્રીપણે ઉત્પન્ન થઈ. સારા મુહૂર્ત તેને જન્મ થયે. તેને જન્મોત્સવ કર્યો. દિવ્ય પુષ્પમાળાના સ્વપ્નથી સૂચિત હેવાથી આ પુત્રીનું નામ “પુરંદરયશા” રાખ્યું. (૩૦) અનુક્રમે આ પુરંદર્યશા કુમારી અતિપુર્ણ સ્તનભારથી શોભાયમાન તરુણવર્ગને ઉન્માદ કરાવનાર કામદેવની પ્રિયાનો અહંકાર દૂર કરનાર એવું સુંદર યૌવન પામી.
આ બાજુ નિધિકુંડલ રાજપુત્ર તારુણ્ય પામવા છતાં પણ સૌભાગ્યથી મનહર એવી સુંદરીઓ વિષે મન કરતા નથી. લોકોમાં વાત પ્રવર્તી કે, રૂપ, યૌવન, ગુણવાળે હોવા છતાં પણ આ કુમાર વિશ્વમાં રાગ કરતા નથી, તે નવાઈની વાત કહેવાય. બાલ્યકાલમાં અભ્યાસ કરેલી હોય, તેવી નકામી સર્વ લિપિ આદિ કળાઓના પરાવવર્તન કરવામાં વિષયવિમુખ બની દિવસે પસાર કરવા લાગ્યો. તે પુરંદરયશા લોકો પાસેથી શરદચંદ્રના કિરણ સમાન ઉજજવલ, નિશ્ચિકુંડલની કીર્તિ સાંભળીને હવે બીજા પુરુષોમાં લગાર પણ મન કરતી નથી. તેમ જ પોતાના મનની વાત કોઈને કહેતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org