Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
રતિસુંદરી માટે યુદ્ધ, શીલ-રક્ષા
[ ૪૩૭
વાતને સ્વીકાર કર્યા. એટલે મહાસ‘કટરૂપ સમુદ્રમાં પડેલાને એકદમ દ્વીપ-બેટની પ્રાપ્તિ થાય તેમ આટલી વાત કબૂલ રાખી, તેથી રતિસુંદરીને કંઇક શાંતિ થઇ. (૧૦૦)
હવે રતિસુંદરીએ સ્નાન, અંગરાગ વગેરે શરીરની સાફસૂફી કરવી ખંધ કરી અને 'મેશના આ બિલ તપ કરીને તે પાતાનું શરીર શેષવવા લાગી. હવે ગાલ કાથળી જેવા, લાહી-માંસ વગરના ફિક્કા લાગવા લાગ્યા. શરીરમાંથી પણ લેાહી, માંસ, કાંતિ ઉડી ગયાં, જાણે સુક્કા કટીપ્રદેશવાળી સિંહણ હોય તેવી દુખČલ અગવાળી, નસા પ્રગટ દેખાવા લાગી અને કેશ પણ ન એળવાથી જાણે જટાજૂટ, ગૂચવાયેલા, સ્નેહ વગરના ખરછટ દેખાવા લાગ્યા. મૈલથી વ્યાપ્ત એવી કાળી કાયાવાળી, દવાગ્નિથી ખળેલી કમલિની–સમાન જાણે પ્રતિપૂર્ણ વ્રત ધારણ કરેલી શ્રમણી સરખી હતી, ત્યારે કેાઈ વખત રાજા ત્યાં આવ્યા અને તેને દેખી. રાજાએ પૂછ્યું કે, · હે ઉત્તમ દેહવાળી ! આ તારી આવી અવસ્થા આમ થવાનું શું કારણ છે? શું તારા શરીરમાં તેવા કઈ રાગ થયે છે કે, મનમાં એવે કાઇ તીવ્ર સતાપ છે?’ રતિસુંદરીએ કહ્યુ કે, ‘ૐ નરવર ! મને મહાધેાર વરાગ્ય થયા છે, તેથી આ વ્રત અંગીકાર કર્યું' છે, તે કારણે દુલ દેહવાળી થઈ છે. આ અવસ્થામાં પણ મારે આ વ્રત દુષ્કર હોવા છતાં પાળવાનું જ છે. કારણુ કે, વ્રતભંગ કરવા તે તેા નક્કી નરક આપનાર જ થાય છે.' ત્યારે રાજાએ પૂછ્યુ કે, તને વૈરાગ્ય થવાનું શું કારણ થયું છે કે, જેથી કરીને હું મુગ્ધ! તેં આવું આકરું તપ કમ કરવાનું આરંભ્યું છે? તે કહેવા લાગી કે, ‘ હું પૃથ્વીપતિ! આ મારું શરીર જ પાપી અને વૈરાગ્યનું કારણુ થયું છે. કારણ કે, તેમાં સેકડો પ્રગટ દોષ દેખાય છે. તે ચરખી, માંસ, શુક્ર, વીય, લેાહી, મૂત્ર, અશુચિ, નાકના મેલ, પિત્તથી પરિપૂર્ણ છે. તેનાં નવ દ્વારાથી હુ'મેશાં અશુચિને પદાર્થ ઝર્યા જ કરે છે. આ શરીરને વારંવાર ધાઈ એ, ધૂપ આપીએ, વિલેપનાદિકથી તેની સાર-સ ́ભાળ-ટાપ-ટીપ કરીએ, તેા પશુ તે દુધભાવના ત્યાગ કરતું નથી. સારાં સારાં આભૂષણેાથી શરીરને અલ'કૃત કરીએ, તા તે દ્રોહ કર્યાં વગર રહેતું નથી. આ શરીરને અંદર કે બહાર અનેક સુગધયુક્ત ભાગાંગાથી સત્કારીએ, તેા પણ તરત જ તે પવિત્ર પદાર્થાને અશુચિભાવ પમાડે છે. દુર્જન સમાન આ ખલ શરીરની દુર્ગંધ કોઇ પ્રકારે સહન થઇ શકે તેવી નથી. યા એવા ચતુર પુરુષને આ શરીર મહાવૈરાગ્યને ન ઉત્પન્ન કરે? વળી આ પાપ શરીરમાં એક બીજો પણ દોષ કહેલે છે કે- જે ગુણયુક્ત જ્ઞાની પણ હોય, તે નિર્ગુણુ આ શરીરમાં માહ પામે છે.’ આવી વૈરાગ્ય ઉત્પન્ન કરનારી દેશના સાંભળવા છતાં ઘણા જળથી મગશેલીએ પાષાણુ ભીંજાય નહિં, તેમ આ રાજા પણ ભાવિત થયે નહિં. રાજા ચિતવવા લાગ્યા કે, ‘શરીરની સાર-સ ́ભાળ ટાપ-ટીપ-પરિકમ ન કરવાના કારણે આ વૈરાગ્ય પામેલી છે, પરંતુ જ્યારે તેના નિયમ પૂર્ણ થશે, એટલે નક્કી કરી પશુ સ્વસ્થ થશે. ’ રાજાએ કહ્યું કે, હે સુન્દરી ! તું ખેદ ન કર, તું તારા આ નિયમ સુખેથી પૂર્ણ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org