Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શંખ-કલાવતીની કથા
[ ૪૭૩
ક્યાં ગુણના સમુદ્ર એવા શંખરાજા વસે છે અને કાં દ્વીપાંતરમાં વિજયરાજા વસે છે, પરંતુ દેવયોગે બીજા દ્વીપમાંથી આવીને પણ રત્નોને સુંદર રોગ થવા સમાન આ બંનેને યોગ થયો છે.”
ત્યાર પછી કાલનિ વેદકે સમય જણાવ્યું, એટલે સર્વે મહેલમાં આવ્યા, જેમાં ચિત દેહવાળાએ તેમનો મહાન સત્કાર કર્યો. પંડિતને સભાને અનુરૂપ સુંદર વાર્તા-વિનોદ કરતા તેઓએ કેટલાક સમય પસાર કર્યો. ત્યાર પછી પ્રસન્નતા પામેલા તેઓ પોતપોતાના સ્થાને પહોંચ્યા. દાન આપ-લે કરવામાં તત્પર બનેલા, નેહ વૃદ્ધિ પામે, તેવાં વચનો પરસ્પર બે લવામાં, એકબીજાના ચિત્તને અનુસરતા એવા તેઓના દિવસો પસાર થવા લાગ્યા. એ પ્રમાણે કેટલાક દિવસ પછી જ્યારે પ્રશસ્ત દિવસે
હે જ્યારે ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા, આકાશતલ નિર્મલ હતું, વિવિધ પ્રકારનાં વાજિંત્રો વાગતાં હતાં, વાજિંત્રોના શબ્દાનુસારે વારાંગનાઓનું નૃત્ય ચાલતું હતું, નાટક જેવા માટે લોકો આકર્ષાતા હતા, લોકોનાં મન અને નયન જેમાં સંતોષ પામતાં હતાં, જેમાં તેષ પામેલી કામિનીઓનાં એકઠાં થયેલાં મુખ-કમળોથી આંગણાનું સ્થાન શોભાયમાન બનેલું છે. જેમાં ભજન-સામગ્રીથી ભાવિત થયેલા–સંતુષ્ટ બનેલા નગરલોકો અને નગરનારીઓ એ ભજનનું વર્ણન કર્યું છે, જેમાં વૃત્તાતોના વર્ણન કરતા ચારણોને મનોરથોથી અધિક દાન અપાય છે, એથી જેમાં રમણીય રમણીઓ વડે અતિમધુર કંઠથી શ્રેષ્ઠ ધવલ-મંગલ સમૃદ્ધ ગીતે ગવાય છે. જેમાં મંગલ સમૃદ્ધિ સહિત વિવિધ પ્રકારનાં કૌતુક કર્યા છે, જેમાં સ્વજનોને આનંદ ઉત્પન્ન થયેલ છે. જેમાં આનંદની બહુલતા પામેલા એવા વર-વહુના હસ્ત-કમલનો મેળાપ થયેલ છે. (૧૫)
નગરના શ્રેષ્ઠ પુરુષનાં હૃદયને હરણ કરનાર, આશ્ચર્ય પમાડનાર, નેહ વધારનાર, દાનની જેમાં મર્યાદા-કાવટ નથી–એવા પ્રકારને કુલ-મર્યાદાન નિર્વાહ કરનાર પાણિગ્રહણને વિધિ પ્રવર્યો. જયસેનકુમારે પણ પિતાએ કહેલા પ્રમાણથી અધિક સંખ્યાના પ્રમાણુવાળા હાથી, ઘોડા, ધન, સુવર્ણ, રત્નાદિકનાં આભૂષણો કલાવતીને આપ્યાં. હવે જાણે એકદમ ત્રણે ભુવનને વિજય મેળવેલો હોય, તેની જેમ શંખ મહારાજા કલાવતીના લાભમાં અધિક મનની નિવૃત્તિ પામ્યો. જયસેનના હૃદયમાં ભગિનીના નેહના કારણે શંખરાજા વિષે તો પ્રીતિ હતી જ, પરંતુ આ રાજાના સત્કાર અને ગૌરવથી તે ગુણભંડાર રાજા વિષે અધિક પ્રીતિ ઉત્પન્ન થઈ. લગાર મજાક કરવી, આનંદ ઉત્પન્ન થાય તેવી બુદ્ધિપૂર્વકની વાત કરવાના સુખમાં ઘણા દિવસો પસાર કરીને વિગદુઃખને ભીરુ હોવા છતાં હવે જયસેનકુમાર પિતાના નગરે જવા માટે ઉત્સુક બન્યો. શંખરાજાને કહ્યું કે, “હે દેવ ! આપને છોડીને જવા મન થતું નથી, તો પણ મારા પિતાજી મનમાં મહાન અસંતેષ કરશે કે, હજુ કેમ પાછો ન ફર્યો-તેવી ચિતા ટાળવા માટે હવે મારે જલદી પિતાજી પાસે પહોંચવું જોઈએ; માટે મને મારા સ્થાને જવાની અનુમતિ આપ.” ત્યારે રાજાએ કહ્યું કે, “પ્રિયનું દર્શન, ધન, યશ અને જીવિતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org