Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ'ખ-કલાવતીની કથા
[ ૪૭૯
સધાઈ જાય, એટલે દુનની જેમ દુભાય છે. આવા કૃત્રિમ સ્નેહવાળા નિષ્ઠુર જીવને ધિક્કાર થાએ. (૨૫૦)
· પ્રિય મનુષ્યા વિષયક મમત્વભાવ-રાગ જેના મનાદિરમાં નિમેષમાત્ર પણ વાસ કરતા નથી’ એવી બાલ્યકાલમાં દીક્ષિત થયેલી શ્રમણીઓને મારા નમસ્કાર થાએ. જો હું ખાલ્યકાલમાં બ્રહ્મચારિણી શ્રમણી ખની હતે, તે સ્વપ્નમાં પણ આવાં સકા આવવાના મને અવકાશ ન હતેા. ત્યારે જાણે કાઈ રુદન કરતી વનદેવી હોય, તેવા પ્રકારના રૂપવાળી વિવિધ પ્રકારના વિલાપ અને રુદન કરતી આ કલાવતીને પુણ્યયેાગે કોઇક તાપસમુનિએ દેખી. ‘શું આ કાઇ દેવાંગના ? અથવા તેા વિદ્યાધરી હશે ? એમ તર્ક કરતા તેણે આશ્રમસ્થાનમાં જઈને તરત જ કુલપતિને હકીકત જણાવી. કુલપતિએ પણ દયા આવવાથી, ધાપદાદિકથી રખેને તેને ઉપદ્રવ થાય, એમ ધારી ઉતાવળા ઉતાવળા તેણે અહિં આણી મગાવી. મારી અત્યારે કોઈ બીજી ગતિ નથી' એમ સમઅને તે ત્યાં આવી. કુલપતિને પ્રણામ કર્યા, તેણે વાત્સલ્યથી વૃત્તાન્ત પૂછ્યો. પૂ ઉદ્વેગ પામેલી હાવાથી તેમ જ ન કહેવા લાયક વૃત્તાન્ત કહેવા અસમ એવી તેને કુલપતિએ મધુર વચનોથી આશ્વાસન પમાડી કહ્યું કે હે વત્સે! તારા દેહથી એમ જાણી શકાય છે કે, તે ઉત્તમકુળમાં જન્મ લીધા છે. વિવિધ પ્રકારનાં સે'કડા દેહલક્ષણેાથી તું અતિશય ઉત્તમ કુળમાં જન્મેલી જણાય છે, પરંતુ આ જગતમાં હંમેશને સુખી આત્મા કાણુ હોય છે? અખાડિત છાયા આપનારી લક્ષ્મી કાની પાસે હાય છે? લાંબેા કાળ સ્નેહસુખ કાણ ભાગવી શકે છે? એકબીજાના કાના સમાગમા સ્ખલના નથી પામતા ? તે। હવે ધે તુ.. અવલખન કરી, તપસ્વિનીઓની વચ્ચે રહી, દેવ-ગુરુની શુભ્રષા કરતી તું દેવકુમારની ઉપમાવાળા આ પુત્રનું પાલન કર. ક્યાં સુધી, તે કે– જ્યાં સુધી પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલ પુણ્યવૃક્ષ ફલ ન આપે.' આ પ્રમાણે આશ્વા સન અપાયેલી કલાવતી હવે જીવિતની આશા બંધાઈ, એમ સમજીને ત્યાં શકાઈ
-
આ બાજુ ખાડું કાપનારી ચંડાલણીએએ કેયૂર આભૂષણ સહિત કાપેલા બાહુએ રાજાને બતાવ્યા. જ્યારે નિપુણતાથી તે જોવા લાગ્યા, ત્યારે તે અંગદ આભૂષણ ઉપર ‘ જયસેનકુમાર ’ નું નામ વાંચ્યું, એટલે મહાઉદ્વેગ ઉત્પન્ન થયા. તે સમયે જાણે આખા હૃદયમાં લાલચેાળ અગારા ભર્યાં હોય, તેવી તેની છાતી મળવા લાગી. તે પણ નિય કરવા માટે ગજશ્રેષ્ઠીને મેલાવીને પૂછ્યું કે-અત્યારે કાઈ દેવશાલ નગરીથી આન્યા છે? તેણે કહ્યુ કે, હું દેવ! આવેલ છે અને તે મારા ઘરે ઉતરેલા છે. ’ દેવીની પ્રથમ પ્રસૂતિ-સમયે ઉત્સવ કરવા નિમિત્તે રાજાના પ્રતિનિધિ સરખા કેટલાક પુરુષ આવેલા છે, આપને મળવાના અવસર તેમને પ્રાપ્ત ન થયા, તેથી આપની સમક્ષ હજી આવ્યા નથી.' રાજાએ કહ્યું કે, ‘તે તેમને જલ્દી ખેલાવેા. ’ એટલે તે તરત આવી પહેાંચ્યા. આ અંગદ આભૂષણ કાણે શા માટે માકલ્યુ છે? તેઓએ પ્રત્યુત્તર આપ્યા કે, હે દેવ ! અતિકિમતી રત્નાથી જડેલું સુંદર આકૃતિવાળું આ છે, એમ
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org