Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
આઠ સ્વપ્નના ફલાદેશે
[ ૫૦૧
ગુણોની આરાધનામાં વિરોધ ન આવે, તેવું અસાવદ્ય, તેમ જ તેવા પ્રકારના ગીતાર્થ પુરુષોએ જેનું નિવારણ ન કર્યું , એટલું જ નહિ, પરંતુ ઘણું ગીતાર્થોએ તે માન્ય કરેલું હોય, એવું આ બહુમાન્ય થયેલું હોય, તે આચરિત કહેવાય છે. (૮૧૩)
૮૧૪–ઘણે અસંવિગ્ન લેકની પ્રવૃત્તિને આશ્રીને આ શાસનમાં પૂર્વાચાર્યોએ દેખાતે બતાવેલાં છે, આ દુઃષમા કાલમાં આ ઉદાહરણો ઉપયોગી હોવાથી જણાવે છે. (૮૧૪)
ઉદાહરણો કહેવાની ઈચ્છાવાળા પ્રથમ તેને સંબંધ કહે છે–
૮૧૫–ચોથા આરાના છેડાના ભાગમાં અને પાંચમો આરો શરૂ થવા પહેલાં કેઈક રાજાએ નિદ્રાવસ્થામાં મનોવિજ્ઞાનના વિકારસ્વરૂપ આઠ સ્વપ્ન દેખ્યાં. જાગ્યા પછી તેને ભય ઉત્પન્ન થયો, તે પછી કાર્તિક અમાવાસ્યા એટલે મહાવીર ભગવંતના નિર્વાણ-દિવસે છેલ્લા સમવસરણમાં રાજાએ તેના ફલાદેશે પૂછળ્યા અને મહાવીર ભગવંતે તેના ઉત્તરો આપ્યા. (૮૧૫) સ્વપ્ન કહે છે –
૮૧૬–૧ હાથી, ૨ વાનર, ૩ વૃક્ષ, ૪ કાગડા, ૫ સિંહ, ૬ પ, ૭ બીજ અને ૮ કળશ. ઘણા ભાગે દુઃષમા કાળમાં–પાંચમા આરામાં ધર્મના વિષયમાં આ સ્વપ્ન અનિષ્ટ ફળ આપનારાં જાણવાં. (ગાથામાં વચનને ફેરફાર પ્રાકૃત હોવાથી થયેલ છે. ૮૧૬) બબે ગાથાથી એક એક સ્વપ્નને ફલાદેશ સમજાવતા સોળ ગાથાઓ કહે છે –
૮૧૭ થી ૮૩૩–(૧) પ્રથમ હાથીના સ્વપ્નને ફલાદેશ જણાવતાં મહાવીર ભગવંત કહે છે કે- “હે રાજન્ ! હવે પછીના પાંચમા આરાના ઉતરતા કાળમાં ગૃહસ્થોના ઘરવાસ વિવિધ પ્રકારના અનેક ઉપદ્રવ ભરેલા, મિત્રો, સગા-સ્નેહીઓના ચિત્તના સંયોગો સ્થિરતાવાળા નહિ, પણ ચલાયમાન ચિત્તવાળા થશે. પાનાને બનાવેલો મહેલ લાંબે કાળ ટકતો નથી, તેમ પડું પડું કરતા મકાન સરખો અસ્થિર ગૃહવાસ થશે. હાથી પ્રાણી બીજા કરતાં વિશેષ બુદ્ધિશાળી હોય છે, તેમ હાથી સરખા શ્રાવકો જ્ઞાનાદિક ગુણવાળા હશે, મતાન્તરવાદીઓને નિરુત્તર કરનારા હશે, વિવેકવાળા હશે, તે પણ ગૃહવાસ, સ્વજને, ધન વગેરે પદાર્થોમાં અતિલોભ અને આસક્તિવાળા થશે, તેથી પીડા પામશે. વિષયોના કહુવિપાકો, જીવન, યૌવન, ધન વગેરેની અનિત્યતા જાણવા છતાં પણ મોહાધીન બની સંસાર છોડી ચારિત્ર લેવા શક્તિશાળી બની શકશે નહિં. કેઈ વખતે ધન નાશ પામે, તે ફરી મેળવવાની દુષ્ટ આશામાં માહિત થયેલા એવા વૈરાગ્યને કારણે મૂકીને અતિશય ન કરવા લાયક દુષ્કર પાપકર્મો કરશે. કેટલાક વળી દીક્ષા અંગીકાર કરીને ઘર, સ્વજન, ધનમાં હંમેશાં અતિ મમત્વભાવ ધારણ કરી, એક સ્થળે કાયમ વાસ કરનારા એવા સિથર વિહારીને દેખીને તેના વર્તનનું આલંબન પકડીને ગૃહસ્થની મમતાના દોષના કારણે મંત્ર, તંત્ર, ઔષધ, નિમિત્ત, તિષ, મૂલકર્મ વગેરે પાપકાર્યોમાં ઘણે ભાગે આસક્તિ કરશે અને પિતાના ચારિત્રધર્મથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org