Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
વિનયંધરની પત્નીઓની શીલ-રક્ષા
[ ૪૫૯ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦પુરોહિતને કહ્યું કે, “કપટનેહથી વિનયંધર સાથે તારે મૈત્રી કરવી.” ત્યાર પછી તરત ભાજપત્રમાં એક ગાથા લખાવીને કેઈને ખબર ન પડે તેવી રીતે ગુપ્તપણે તે અજાણ રહે તેમ મને આપવી. તે ગાથા આ પ્રમાણે“હે હરણસરખા નેવવાળી ! રતિકળામાં ચતુર ! આજની ચાર પહોરવાળી રાત્રિ અભવ્ય એવા મેં તારા વિગથી હજાર પહાર સરખી મહામુશીબતે પસાર કરી. ”
પુરોહિત બ્રાહ્મણે તે પ્રમાણે કર્યું અને રાજાએ નગરલોકને તે ભોજપત્ર મોકલ્યું અને કહેવરાવ્યું કે, “ રાણી ઉપર સુગંધી પદાર્થોના પડિકામાં વિનયંધરે આ મોકલ્યું છે. માટે હે લેકે ! આ કેના હસ્તાક્ષરની લિપિ છે, તેની પરીક્ષાનો નિશ્ચય કરીને મને જણાવ, પાછળથી તમો એમ ન કહેશે કે, રાજાએ આ અયોગ્ય કર્યું નગરલકો પણ વિચારવા લાગ્યા કે, “દૂધમાં પોરાએ ન સંભવે. છતાં પણ હવામીની આજ્ઞા છે, તો તે અનુસાર આપણે આજ્ઞા પાલન કરવી જોઈએ. (૫૦)-એમ બોલતા લિપિ-હસ્તાક્ષરોની પરીક્ષા શરુ કરી. અક્ષરો મળતા આવ્યા, નગરલોકેને ખાત્રી હતી કે, “આ વિનયધર આવું કાર્ય કદાપિ ન કરે. વળી જે મનગમતા દ્રાક્ષના વનમાં નિઃશંકપણે સુખેથી ચરતા હોય, તેવા હાથી જ્યાં શરીરમાં કાંટા ભોંકાય. તેવા કેરડાંના જંગલમાં આનંદ માણી શકે નહિં તે ભાગ્યશાળી વિનયંધરની સાથે જે કઈ મુહૂર્ત માત્ર પણ ગોઠી-વિનોદ આચરે છે, તે અશોકવૃક્ષના સંગથી જેમ વિષ ચાલ્યું જાય, તેમ તેના સંગથી પાપ ચાલ્યું જાય–આવે પુણ્યશાળી વિનયંધર છે. તો હે દેવ ! આ વિષયમાં શ પરમાર્થ હશે, તેને આપ બરાબર સાવધાનીથી વિચાર કરે. કોઈક દુષ્ટ આ બની શકે તેવું કાવત્રુ ઉભું કર્યું છે.
સ્વભાવથી ટિકારત્ન તદ્દન નિર્મલ હોય છે, પરંતુ ઉપાધિગે તે શ્યામ દેખાય છે. એ પ્રમાણે કઈ હલકા દુષ્ટ પુરુષના સંગથી અખલિત ચરિત્રવાળા તેને આ કલંક ઉત્પન્ન થયું છે. ”– આ પ્રમાણે નગરલકોએ તો ઘણો પ્રતિકાર કર્યો, પરંતુ મર્યાદારૂપી હાથી બાંધવાના સ્તંભથી મુક્ત થયેલ મત્તાથી માફક નગરકેને ન ગણકારતો રાજા અયોગ્ય કાર્ય કરવા તૈયાર છે. સેવકોને આજ્ઞા કરી કે, “અરે! તમે બલાત્કારથી પણ તેની પત્નીઓને લાવીને જલ્દી તેના પરિવારને દૂર હડાવીને મારા મહેલમાં પૂરી દે.” વળી નગરલોકેને કહ્યું કે, “તમે પણ વિરુદ્ધ આચરણ કરનારાઓનો પક્ષપાત કરનારા છે. તે તમે બરાબર મારી સમક્ષ તેની શુદ્ધિ કરાવે. હું છોડી મૂકું.” આ પ્રમાણે કઠોર વાણીથી નગરલોકોને તદ્દન નિરાશ કર્યો અને કૃપણ મનુષ્ય માગનારા ભિખારીઓને જેમ, તેમ રાજાએ નગરલોકોને પોતાના મહેલમાંથી હાંકી કાઢ્યા. આ સમયે વિનયંધરની ચારે ય, ભાર્થીઓ પોતાનો સ્પર્શ રખે કરે” એ ભયથી રાજસેવકોની આગળ જાતે આવીને ઉભી રહી. રાજસભામાં આવેલી તેઓને દેખીને રાજા વિચારવા લાગ્યો કે, “અમરાલયમાં પણ આવા રૂપવાળી દેવાંગનાઓ ખરેખર નહિં જ હશે- એમ અતિસુંદર રૂપ છે. જરૂર દેવ અત્યારે મારે માટે અનુકૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org