Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પાપ-અકરણ-નિયમ પર ઉદાહરણેા
અહિં ઉદાહરણેા જણાવે છે—
૬૯૬—રાજા, મંત્રી, શ્રેણી અને પુરાહિત એમ ચારની રતિ, બુદ્ધિ, ઋદ્ધિ અને ગુણસુન્દરી એ નામની ચાર પુત્રીઓએ પાપ ન કરવા રૂપ લીધેલ નિયમ વિષે ઉદાહરણા કહેલાં છે. તેઓ શરદઋતુના ચદ્રસમાન સુન્દર શીલ પાળવાની ભાવનાવાળી હતી. (૬૯૬)
આ ચારેનાં કથાનકા અત્રીશ ગાથાઓ દ્વારા કહે છે—
૬૯૭ થી ૭૨૮—મારાનાં કુલયુક્ત, વાંદરા‰ન્દથી શૈાભાયમાન, ગહેન શાલવૃક્ષવાળું, પર્વતના આરામમાં જાણે સ્વચ્છંદ રાજપોપટ સમાન “સાકેતપુર નામનું નગર હતું. તેમાં હાથી, ઘેાડાના સ્વામી ઉંચી કેશવાળીવાળા, સ્કુરાયમાન પૌરુષવાળા કેસરીસિંહ સરખા નર–પૌરુષી નામના રાજા હતા, લક્ષ્મીદેવી સમાન કમળ સરખા કામળ હાથવાળી કમલસુંદરી નામની તેને પ્રિયા હતી. તેમેને રતિસમાન રૂપવાળી અતિપ્રસિદ્ધ રતિસુંદરી નામની પુત્રી હતી. વળી તે નગરમાં બુદ્ધિ, સમૃદ્ધિ અને શ્રુતસ'પત્તિથી યુક્ત, હંમેશાં ગૌરવ પ્રાપ્ત કરતા એવા શ્રીદત્ત નામનેા મંત્રી, સુમિત્ર નામના શ્રેષ્ઠી અને સુધાષ નામના પુરૈાહિત હતા. જેએ ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતાં રાજાને ઘણા માન્ય હતા. તેઓ સમુદ્રની જેમ કદાપિ પેાતાની મર્યાદા ઉલ્લુ ધન કરતા ન હતા. તે ત્રણેયને લક્ષ્મણા, લક્ષ્મી અને લલિતા નામની પત્નીએ હતી. જેમની કુક્ષિએમાં અકિંમતી એવાં ત્રણ કન્યારૂપી રત્ને ઉત્પન્ન થયાં હતાં. દેવાંગનાના રૂપને તિરસ્કાર કરનાર એવી, લાવણ્યરૂપવાળી બુદ્ધિસુંદરી, ઋદ્ધિસુંદરી અને ગુણસુંદરી એવા નામથી આ ત્રણેય કન્યારત્ના પ્રસિદ્ધિ પામ્યાં હતાં. રાજપુત્રી રતિસુંદરી સાથે એક જ લેખશાળામાં તે કળાએ ગ્રહણ કરતી હતી, એટલે સમાન ગુણવાળી એવી તેઓને પરસ્પર પ્રીતિ ઉત્પન્ન થઈ. પંડિતા, ઉત્તમકુલવાળાઓ, ધનવાના, ધર્મીએ તેમ જ કહેલાથી વિપરીતા જે સમાનગુણવાળા હોય, તેવા જીવાને ઘણા ભાગે મૈત્રી થાય છે. નિર ંતર સ્નેહવાળી એવી તે ચારે સખીઓ લેાકાનાં નેત્રને આનંદ પમાડતી. ઘણાભાગે એક સાથે જ ભેાજન કરે, શયન કરે અને ક્રીડાએ કરતી હતી. આ ચારેય સખીઓને દેખીને વિસ્મય પામેલા મનવાળા નગરલેાક એમ પ્રલાપ કરવા લાગ્યા કે, ‘ શું કામદેવની પ્રિયાએ કાંઈક કાય-પ્રસંગ ઉપસ્થિત થતાં પેાતાનાં ચાર રૂ। વિધુર્યાં છે કે, દેવી સરસ્વતીએ આવાં પેાતાનાં રૂપે પ્રગટ કર્યા હશે ? તેમનાં રૂપ અને જ્ઞાનગુણુ કૈાઈ અનન્ય પ્રકારના જણાય છે એમ લેાકેા તેમના ગુણેા માટે વિસ્મય પામતા હતા.
હવે કાઈક વખતે શેઠપુત્રી ઋદ્ધિસુંદરીના ઘરમાં સર્વે ક્રીડા કરતી હતી, ત્યારે
[ ૪૩૧
કળા-સમૂહ યુક્ત, કવિસમૂહથી શેાભાયમાન, મોટી સભા-યુક્ત, પર્યંતના ઉદ્યાનમાં સ્વચ્છ ંદ રાજપુત્ર-સમાન સાકેતપુર નામનું નગર હતું. (શ્લેષા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org