Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૧૪ ]
ઉપદેશપદ-અનુવાદ
કરીને અત્યંત ન દેખી શકાય તેવી પાતળી ચીરાડ ઉત્પન્ન કરી તેની વચ્ચે રને મૂક્યાં. ત્યાર પછી જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ છૂપી સીલાઈ વડે તે સીવી લીધું. ત્યાર પછી તે માણસોને જણાવ્યું કે-“આ ઝૂંબડું તોડ્યા-ફાડ્યા કે ચીર્યા વગર તમારે અંદરથી રનો કાઢી લેવાં.”—એમ કહીને ત્યાં તૂબડું મોકલી આપ્યું, પરંતુ તેઓ આ વનવિકી બુદ્ધિ વગરના હોવાથી તેમ કરવા સમર્થ થઈ શક્યા નહિ. (૧૧૫) વિષ-પ્રયોગ –
( ૧૧૬–ઔષધ દ્વાર–કઈક રાજાએ પિતાના નગરને ઘેરો ઘાલનાર શત્રુન્યને પિતાના દેશની અંદર આવી પહોંચેલું સાંભળી તેને ખાળવાને બીજે ઉપાય ન મળવાથી તેના આવવાના માર્ગમાં જળાશયોને ઝેર નાખીને પાણી ન પીવા લાયક કરી નાખ્યાં. અને તે માટે વિષને કર લોક ઉપર નાખ્યો. “દરેકે પાંચ પાંચ પલ પ્રમાણ ઝેર રાજભંડારમાં પહોંચાડી જવું.” કેઈક વિદ્ય માત્ર પાંચ પલના બદલે યવ જેટલું જ અલપ ઝેર લાવ્યું. એટલે રાજાએ કોપાયમાન થઈને કહ્યું કે-“તું મારી આજ્ઞાનો ભંગ કરનાર છે. ત્યારે વિદ્ય કહ્યું કે-“હે દેવ ! આ ઝેર ઘણું અલ્પ હોવા છતાં તેનાથી સોગણી–હજારગણી કે લાખગણ બીજી વસ્તુને પોતાના જેવી બનાવવાની તેમાં તાકાત છે. ત્યારે રાજાએ વૃદ્ધ હાથીના પૂછડાના એક વાળને તે વિષ લગાડીને જોયું. વિષ ત્યાંથી ચડીને હાથીના શરીરમાં વ્યાપવા લાગ્યું. રાજાના મંત્રિએ કહ્યું કે
એ વિષનો પાછે ઉતાર કરે, તેવું કઈ ઔષધ છે કે કેમ ?” ત્યારે વૈધે તે વિષ ઉતારવાનું ઔષધ તેને લગાવ્યું, તે ઝેર જ્યાં વ્યાપેલું હતું, તે ઝેર ઉતરી ગયું. અહિં મંત્રીએ તે વિષનું સામર્થ્ય કેટલું છે ? તે જોઈને વાપર્યું, તે તેની નાયિકી બુદ્ધિ જાણવી. (૧૧૬) સ્થૂલભદ્ર-કથા, ગણિકા અને રથિક–
૧૧૭–ગણિકા અને રથિકનું સંયુક્ત ઉદાહરણ. સુકેશ વેશ્યા શ્રદ્ધાવંત બની સ્થૂલભદ્ર મુનિના ગુણોની પ્રશંસા કરતી હતી. ત્યારે રથિકે આંબાની લંબ કળાથી કાપી બતાવી, એટલે સુકોશાએ સરસવના સરી પડતા ઢગલા ઉપર નાચ કરી બતાવ્યું. આ બંનેમાં તેટલી દુષ્કરતા નથી, જેટલી સ્થૂલભદ્રની મહાનુભાવતા-અખંડ બ્રહ્મચર્યપાલનમાં દુષ્કરતા છે. સ્થૂલભદ્રની કથા કહે છે –
નવમા નંદરાજાના સમયમાં ક૯પકમંત્રિના વંશમાં સે સંખ્યાવાળા સંતાનના કારણે તેવા નામથી પ્રસિદ્ધિ પામેલા શકટાલ નામના મંત્રી હતા. તેની પ્રધાનપત્નીની કુક્ષિથી બે જ્ઞાનવંત પુત્રો થયા. તેમાં એક મેટાનું નામ શ્રીસ્થૂલભદ્ર અને બીજા નાનાનું નામ શ્રીયક હતું. તેમજ (૧) યક્ષા, (૨) યક્ષદત્તા, (૩) ભૂતા, તથા (3) ભૂતદત્તા, (૫) સેણા, (૬) વેણ અને (૭) રેણું એ નામની સાત પુત્રીઓ હતી. આ સાતે બહેને અનુક્રમે એક, બે, ત્રણ, ચાર, યાવત્ સાત વખત સાંભળીને યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org