Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૮૦ ]
ઉપદેશપદ-અનુવાદ
ગુરુઓ-માતા-પિતાદિક વડીલે સમક્ષ પ્રત્યુત્તર આપવા–સામા બેલવું, તે મને યોગ્ય નથી. બીજું પ્રવર્તિની-સાધ્વીને દેખવાથી તેમને પણ બેધિ થશે. ઉપાશ્રયે જતાં માગમાં વણિકને ઘરે હિંસાની નિવૃત્તિ ન કરેલી હોવાથી કુલને વિનાશ કરનારું મહાઘેર હિંસાનું કાર્ય જોયું. એક ગૃહસ્થની વ્યભિચારી સ્ત્રી નોકરના પ્રેમમાં પડી, તેની સાથે પુત્રને મારી નાખવાનો સંકેત કર્યો. તેઓને પોતાના ગોકુળમાં સાથે મોકલ્યો. પુત્રે નોકરને મારી નાખ્યો. પાછા ઘરે એકલો પુત્ર જ આવ્યો. માતાએ ઘંટીના શિલાના પડથી પુત્રને ઘાત કર્યો. પુત્રવધૂએ તરવારથી તેની સાસુને વધ કર્યો. પુત્રીએ ઘોંઘાટ . આ એકદમ શું થયું? લોકો એકઠા થઈને બાલવા લાગ્યા કે, તે પણ માતાને ઘાત કરનારીને કેમ ન મારી નાખી? પેલી કહેવા લાગી કે, મેં હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરેલી છે” વળી લેક બેલવા લાગ્યા કે-“હિંસાથી જેઓ પાછા હઠ્યા નથી, તે અવિરતિનું પાપ છે.” ત્યારે સેનાએ માતા-પિતાને કહ્યું કે-“મેં પણ હિંસા ન કરવી તે રૂપ વ્રત ગ્રહણ કરેલું છે જ, તેને શું મારે છોડી દેવું?” એમ કહ્યું, ત્યારે તેઓએ કહ્યું કે, “ન છોડવું, ભલે તે વ્રત રહ્યું.” આ પ્રમાણે માર્ગમાં જતાં કુટુંબની મારામારી દેખી. તથા વહાણ નાશ પામેલા કેઈક નાવને વેપારી હતા, તે બીજા દ્વીપમાં ગયે, ત્યાં માંદો પડ્યો.
કરે તેની સેવા-ચાકરી આદરપૂર્વક સારી રીતે કરી, એટલે નેકરને પિતાની પુત્રી આપીશ.” કહ્યું. નેકરે કહ્યું કે, “કદાચ આ વાતમાં વિવાદ થાય, તે જીવકા નામના પક્ષીઓ આમાં સાક્ષીઓ નક્કી કર્યા. જે તમે ફેરફાર બેલો, તે તે પક્ષી નિર્ણય આપશે ” ઘરે આવ્યો, એટલે સ્ત્રીઓ વગેરે દ્વારા પુત્રી નોકરને આપવા વિષયમાં વિવાદ જાગ્યે, શેઠ પલટાઈ ગયે. આ ફરિયાદ રાજા પાસે ગઈ કે, “પુત્રીદાન મને કર્યું છે અને હવે ના પાડે છે. હે દેવ ! આમાં પક્ષી સાક્ષી છે.” રાજાની આજ્ઞાથી ત્યાં જઈને તેને લઈ આવ્યું. રાજાને આશ્ચર્ય થયું. ત્યાર પછી નજીકના મનુષ્યને દૂર કર્યા. પછી પૃચ્છા કરી. “આની સાક્ષી કેવી રીતે ?” ત્યાર પછી છાણમાં કીડા બતાવવા દ્વારા–અર્થાત્ ચાંચના અગ્રભાગથી ભેજન માટે કીડાઓને જુદા સ્થાપન કરીને બીજા નજીકમાં રહેલા હોય, તેમને જાતે જ દેખી લે. એવા પ્રોજનથી સાક્ષીએ કહેલું. કેવી રીતે ? તે કહે છે-“જુઠ બોલનારને આવા પ્રકારના છાણ ભક્ષણ કરનારા કીડા તરીકે ભવાંતરમાં થવું પડશે.” એમ આ પક્ષી જણાવે છે. લોકોએ તે જુઠ બેલનારને ધિકારીને હાંકી કાઢ્યો. સેમાના વડીલોએ તેની આ સ્થિતિ દેખી, એટલે બીજું વ્રત છેડવાની પણ તેને મના કરી. . આ પ્રમાણે તલના ચેરની હકીકત કહે છે –
સ્નાન કરીને શરીર કોરું કર્યા સિવાય એક છોકરો હાટ અને લોકોને વેપાર માટે એકઠા થવાના સ્થળે ગયો. કેઈક બળદની હડફેટમાં આવવાથી તલના ઢગલામાં પડી ગયો. એટલે તેના ભીના શરીર ઉપર ઘણા તલના દાણા ચોંટી ગયા. તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org