Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૪૨૬ ]
ઉપદેશપદ-અનુવાદ •བ་འབབབ་བབ་བབ་བབ་བབ་
૬૮૨–જે કારણ માટે ગુરુકુલવાસમાં રહેવાથી મહાગુણોની પ્રાપ્તિ થાય છે, માટે પિતાની ક૯૫ના પ્રમાણે તેના ત્યાગથી શુદ્ધ આહાર-પાણી મળે છે ઈત્યાદિ આગળ જણાવી ગયા, તે પ્રમાણે પોતાના બુદ્ધિશાળી આત્માએ આંખ બંધ કરીને યથાર્થ આલોચના કરવી કે, ગુરુકુલવાસ છોડીને આત્માને કર્યો ઉપકાર કરવાના ? છે કે, કુલટા સ્ત્રીના ઉપવાસ માફક કોઈ ગુણ પ્રાપ્ત કરવાના નથી. (૬૮૨).
૬૮૩–ઉપવાસ એ જૈનોમાં પ્રસિદ્ધ છે. અપિ શબ્દના અર્થથી એમ સમજવું કે, ગુરુકુલવાસને ત્યાગ કરીને શુદ્ધ આહાર-પાણી માટે પ્રયત્ન કરે કે, ઉપવાસ કરવો, અરે દરરોજ એક વખતના ભોજનને ત્યાગ કરીને માત્ર નિર્દોષ આહાર–પાણીનું એકાસણું કરવું, તે પણ પ્રાયઃ સુંદર ગણેલું નથી. અહિં હતુ કહે છે કે, “એકાશન કરવું, તે તો દરરોજ કરવાનું હોય છે, ઉપવાસ કરવાનો તે તો નિયત પર્વદિવસોને આશ્રીને કરવાનું હોવાથી તેવા પ્રકારના નિમિત્ત સૂત્રોમાં કરવાનું કહે છે. (૬૮૩)
તે જ બતાવે છે –
૬૮૪–“સર્વજ્ઞ ભગવંતોએ હંમેશાં સાધુઓને તપકર્મ કરવાનું લજજાવાળા તથા સમાનવૃત્તિવાળા એકભક્ત ભોજન કરનારા થવું–એમ કહેલું છે.” એ સૂત્રથી પૂર્વે કહેલ એકભક્ત ભજન કરવાનું સ્વીકારવું. તેમાં પર્વદિવસ જેવા કે ચતુર્દશી વગેરેમાં. વ્યવહાર–ભાષ્યમાં કહેલું છે કે, “અષ્ટમી-પાક્ષિક, માસી અને સંવસરી પ વિષે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ ન કરવાથી અનુક્રમે લઘુમાસ, ગુરુમાસ, ચતુર્લધુમાસ, ચતુર્ગુરુમાસ સમજવા.” પક્ષ એટલે પાક્ષિક પર્વ અને તે તે ચતુર્દશી જ સમજવી. વ્યવહાર–ભાષ્યમાં તેને જ “ચાતુર્દશિકા હેઈ કોઈ” એ વગેરે સૂત્રમાં ચતુર્દશીપણે કહેલું પ્રાપ્ત થાય છે. આદિશબ્દથી આતંકાદિ તેવા અસાધ્ય રોગાદિ કારણ–વિશેષ ગ્રહણ કરવા. તે માટે કહેવું છે કે, “આશુઘાતી રોગમાં, ઉપસર્ગ–સમયે, બ્રહ્મચર્યની ગુપ્તિના રક્ષણ માટે તપ કરવા માટે, દેહ સરાવવા માટે સહનશીલતા, પ્રાણિદયા, ઉપવાસ કરવો.”
આ કહેવાની મતલબ એ છે કે, “કહેલા કારણના અભાવમાં એકભક્તની અપેક્ષાએ ઉપવાસ કરવામાં આવે, તે સૂત્રપરિસી વગેરે બાકીના સાધુના સમાચારકર્તવ્યોમાં જે અતિશય નિજ રાનાં ફલવાળાં કાર્યો છે, તે સદાય છે-એમ વિચારીને ઉપવાસને નૈમિત્તિક અને એકવખત ભેજનને નિત્યકાર્ય ગણાવેલ છે. (૬૮૪)
ફરી પણ ગુરુ-લાઘવ અથવા લાભ-નુકશાનની વિચારણામાં કંઈક પાપવાળી પ્રવૃત્તિ પણ બુદ્ધિશાળીઓને ગુણ કરનારી દર્શાવતા કહે છે–
૬૮૫-શાસ્ત્રની પરિભાષામાં અયુક્ત એટલે ક૫ત્રય લક્ષણ-ત્રણ વખત પ્રક્ષાલન – સાફ કરવું. આદિશબ્દથી તેવા પ્રકારના જલ્દી મૃત્યુ પમાડનાર એવા આતંક–રોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org