Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૨૨ |
ઉપદેશપદ-અનુવાદ
લાગે છે. મહાપુરુષાની પ્રવૃત્તિ સલૢ આરંભના સારવાળી હોય છે. આ વિષયમાં આ મહાગિરિ અને આ સુહસ્તિનાં ઉદાહરણા છે. કાલને આશ્રીને વિચાર કરીએ તે જિનકલ્પ આરાધના કરવા લાયક જીવના માટે કાળ ચાલ્યા ગયા છે. કાળ દુઃષમાલક્ષણ વર્તી રહેલે છે. શક્તિ છતાં ઉચિત પ્રવૃત્તિ વડે યત્ન કરવા વિષયક ક વ્યપણે ઉપદેશ કરાતા એવા કાળના વિચ્છેદ થયા છે. (૨૦૧)
કહે છે કે
આ ખ'ને મહાપુરુષાની વક્તવ્યતાને સગ્રહ કરતા ૨૦૨-પાટલિપુત્ર નગરમાં આ મહાગિરિ અને આ સુહસ્તી નામના એ આચાર્યા કાઈ દિવસ વિહાર કરતા પધાર્યા. ત્યાં આ સુહસ્તિએ વસુભૂતિ શેઠને પ્રતિમાધ્યા. ત્યાર પછી અતિ દેશમાં ઉજ્જિયની નગરીમાં વધ માનસ્વામીની જીવિતસ્વામી નામથી ઓળખાતી પ્રતિમાને વંદન કરવા માટે ગયા. ત્યાર પછી એલકાક્ષ અને દશા ભદ્ર એવા બીજા નામવાળા તીમાં અને આચાર્યા પધાર્યા. (૨૦૨)
કહેલી આ સગ્રહગાથાને શાસ્ત્રકાર પેાતે જ નવ ગાથાથી વિસ્તાર કરીને વ્યાખ્યા જણાવે છે
આ મહાગિરિ અને આય સુહસ્તિની કથા
ગાથા ૨૦૩ થી ૨૧૧. અહિં વીર ભગવ ́ત પછી સુધ વાળા સાધુ-સાધ્વીઓના ગણા ધિપ સુધ સ્વામી થયા અને ત્યાર પછી જ" નામના આચાય થયા. ગુણાને ઉત્પન્ન કરનાર એવા તેમના શિષ્ય પ્રભવસ્વામી થયા. ત્યાર પછી ભવસમૂહને હરણ કરનાર શષ્યભવસૂરિ થયા. ત્યાર પછી પવિત્ર શીલ અને યશવાળા તથા કલ્યાણુક સ્વરૂપ યશેભદ્રસૂરિ થયા. ત્યાર પછી દુર પરિષહા અને ઇન્દ્રિયને વિજય મેળવવાથી મેળવેલા અતિ માહાત્મ્યવાળા, ગુણિઓમાં ગૌરવનુ સ્થાન પામેલા એક સ'ભૂતવિજય નામના પટ્ટધર આચાય થયા. જેમને મસ્તક ઉપર ગુરુના ગૌરવને આરોપણ કરતા એવા શિષ્યા હતા. ત્યાર પછી અતિનિમલ મતિવાળા સ્થૂલભદ્ર મુનીશ્વર થયા. મહાદક્ષ સ્થૂલભદ્રે સ'ભૂતવિજય ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. જેમને શ્રીભદ્રાહુ ગુરુની પાસેથી દૃષ્ટિવાદ શ્રુતની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી ચૌદ પૂર્વના પારગામી થઈ યશ ઉપાર્જન કર્યા. વિષમ પરિષહરૂપી પવનગણુ આવે, તેા પણ મેરુની જેમ અડાલ રહેનારા અને મહાગૌરવ ગુણથી આકાશ-સ્થળને જિતનાર એવા આય મહાગિરિ આચાય થયા. તેમ જ સજીવેા માટે સુખના અર્થી તેમ જ ઉત્તમ હાથીની ગતિ વડે કરીને જન સમુદાયને રજન કરતા એવા આ સુહસ્તી નામના ખીજા મુનિવર પુ'ગવ હતા. ત્યાર પછી ક્ષીરસમુદ્રના જળ સરખી ઉજ્જવલ કીર્તિ સમૂહથી દિશાઓના અન્તને પૂરતા એવા તે અને આચાર્યાં મહાદેવના હાર અને તુષાર અને તારક સરખા ઉજ્જવલ શીલ ગુણુવાળા, વિવિધ પ્રકારના ગામ-નગરીમાં વિહરનાર ભગૈારૂપી કમલખ'ડને પ્રતિખાધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org