Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૮૦ ]
ઉપદેશપદ-અનુવાદ
કરવા પૂર્વક શ્રુતચારિત્ર ધર્મની આરાધના રૂપ, અનેક કલ્યાણ-સમૂહરૂપ, કલ્પવૃક્ષના અંકુરના કારણરૂપ ધર્મ બીજને અનુલક્ષીને કહેલ બુદ્ધિરૂપ ધનવાળા પુરુષે તે મેળવવા માટે સર્વ અવસ્થામાં અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન વગેરે આઠ પ્રકારના પ્રમાદોને ત્યાગ કરી આચરવાને આદરથી પ્રયત્ન કરવો જોઈએ. સડેલું બીજ વાવનાર ખેડૂતે ચાહે તેટલે પ્રયત્ન કરે તો પણ ખેતીમાં સંપૂર્ણ ફલ કદાચિત પણ મેળવી શકતા નથી. જે તે શુદ્ધબીજ હોય તે અધિક ફળ મેળવે છે, તે પ્રમાણે–ચાલુ ધર્મબીજની શુદ્ધિમાં ભાવભીરુ એવા ભવ્યાત્માઓએ આદર-તત્પર બનવું જોઈએ. (૩૨૨)
હવે ધર્મબીજ-ફુદ્ધિનું સાક્ષાત ફલ કહેવાની ઈચ્છાવાળા કહે છે –
૩૨૩–સર્વ અતિચાર-રહિત ધર્મારાધન કરવા રૂપ પરિશુદ્ધ આજ્ઞાયાગથી પ્રાયઃ અત્યંત નિકાચિત અવસ્થા સુધી પહોંચેલાં પાપકર્મ ફલ આપનાર થતાં નથી. જેમનાં ચિત્ત માત્ર પોતાના આત્મામાં જ રહેલાં છે એટલે પારકી પંચાતને અંગે જેઓ અંધ, બહેરા, મૂંગા ભાવને પામેલા છે, બાહ્યભાવ-પગલિક પદાર્થો સંબંધી ચિત્તને ત્યાગ કરેલ હોય તેવા, સદા આત્મામાં સ્થાપન કરેલા શુદ્ધ ચિત્તવાળાને નરકાદિક દુર્ગતિનાં વિડંબના આપનાર ભયંકર જ્ઞાનાવરણીયાદિ પાપકર્મો પતાના વિપાકથી ફળીભૂત થતા નથી. શાથી?–તેવા પ્રકારના સ્વભાવથી જ, જેમ આમ્રવૃક્ષે ઉપર પુષ્કળ ઍર-પુ આવેલાં હોય અને તેની શાખાઓનો સમૂહ પણ તેનાથી શોભા પામતો હોય, પરંતુ વિજળી પુષ્કળ ચમકતી હોય, તેનાથી સ્પર્ધાયેલ આમ્રપુપિ નિષ્ફળીભાવ બતાવે છે, તેથી આમ્રફળ મેળવી શકાતાં નથી, તેવા પ્રકારના સ્વભાવ-નિયમ હેવાથી. તે પ્રમાણે પરિશુદ્ધ આજ્ઞાયેગથી અતિશય આત્મામાં રમણતા કરનાર, તેમાં જ વિકરણગ સ્થાપનાર, નિર્ગુણ ભવ-બ્રાન્તિથી અત્યંત કંટાળેલા પ્રાણીઓને ભયંકર અશુભ પરિણામ તથા મિથ્યાત્વ આદિ નિમિત્ત ઉપાર્જન કરેલાં-બાંધેલાં કર્મો પણ પિતાનું ફલ આપવા સમર્થ બની શકતાં નથી. (૩૨૩) એ જ વાત પ્રતિપક્ષ વસ્તુની ઉપમા દ્વારા વિચારાય છે.
૩૨૪–કોઢ, તાવ વગેરે વ્યાધિઓ ઉત્પન્ન થવા પહેલાં જ પ્રત્યક્ષ તેને ન ઉત્પન્ન થવા દેવા માટે અનાગત પ્રયત્ન કરતા દેખીએ છીએ. માંસ, ઘી વગેરે ન ગ્રહણ કરવા, રેગનું નિદાન પામેલાઓ તેનું સેવન કરતા નથી. રોગ-નિદાન-કારણનો પરિહાર આ પ્રમાણે કહેવાય છે. શૂલના રોગવાળાએ કઠોળ, કોઢવાળાએ માંસ, તાવવાળાએ ઘી, અતિસારવાળાએ નવું ધાન્ય અને નેત્રરોગવાળાએ મૈથુનનો ત્યાગ કરવો જોઈએ. કેટલાક ભવિષ્યમાં આ રોગો ન થાય તે માટે પ્રયત્ન ન કરનારા, તેના કારણોને ત્યાગ ન કરનારા, સમાન નિમિત્તવાળા બંને હોવા છતાં રોગ ઉદભવ થવો, ન થવો તે રૂપ વિશેષ પ્રત્યક્ષસિદ્ધ વર્તત દેખાય છે. (૩૨૪) એને એ જ અર્થવિશેષ વિચારે છે
૩૨૫–એક મનુષ્ય દાળ-ભાત રૂપ એક જાતિનું હલકું ભોજન કરે, તો તેને ન પચવા રૂપ કંઈક અજીર્ણ થાય છે. ખાધેલું અન્ન પાચન ન થાય તે રૂપ અજીર્ણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org