Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પુણ્યસાર અને વિક્રમસારની કથા
[ ૨૯૧
આ પ્રમાણે દેવ અને પુરુષકારના પ્રત્યેક પક્ષના દોષ કહીને સિદ્ધાંતને કહે છે
૩૪૯ – ભાગ્ય અને પુરુષકાર અને પરસ્પર સહાયક થઇને કા ઉત્પન્ન કરવાના તેઓ સ્વભાવવાળા છે. ન્યાયના જાણકારોએ આ જ સ્વભાવ માનેલા છે. તેથી બુદ્ધિમાનાએ આ પક્ષ સ્વીકારવા જોઇએ. તથા લેાકમાં આ વ્યવહાર જોવાય છે કે
આ ભાગ્યથી કરેલુ છે અને પુરુષકારથી કરેલું છે, તે પણુ અંનેના પ્રધાન અને ગૌણ ભાવથી ઉત્પન્ન થયેલા છે. (૩૪૯) પ્રધાનગુણને જ વિચારતા કહે છે કે—
૩૫૦——ટૂંકા કાળમાં ઉગ્ર રસપણે જે શ. વેદનીયાદિ કર્યાં પહેલાં ઉપાર્જન કર્યું' અને ફળપણે પ્રાપ્ત થયું, તેને લેાકેા દેવપણે પ્રાપ્ત કર્યું' કહે છે. જેમ કે, લેાકેામાં રાજસેવા કરવા રૂપ પુરુષકારથી એમ કહેવાય છે, તેનાથી વિપરીત અર્થાત્ બહુ પ્રયાસથી પરિણમે છે, તે પુરુષકાર કહેવાય છે. (૩૫૦)
૩૫૧—અથવા અલ્પકની સહાયતાથી યુક્ત જે પુરુષ-પ્રયત્ન, તે પુરુષકાર અને બહુકર્મીની સહાયતાથી યુક્ત જે પુરુષકાર, તે દેવ. બહુ પ્રયત્નની સહાયતાથી જ્યાં કમ ફૂલ આપે છે, તે અલ્પપ્રયત્ન-દેવ કહેવાય છે. જ્યાં પૂર્વકની સત્તા અલ્પ છે, પુરુષયત્ન ઘણા છે, તે પુરુષકારથી સાધ્ય કહેવાય કે, જ્યાં કાર્યાંની સિદ્ધિમાં પુરુષયત્ન બહુ છે. તેનાથી વિપરીત તે દેવકૃત કહેવાય. આગલી ગાથામાં અલ્પ પ્રયાસની સહાયથી ફળ મેળવાતુ હતુ, તે વ કહેલુ છે. તેથી વિપરીત તે પુરુષકાર કહેવાય છે. અહિં તે પુરુષકાર અલ્પક સહાયતાવાળા હોય, તેને જ કહેલા છે. બહુ કર્મીની સહાયતા યુક્ત હોય, તેવા જે પુરુષકાર તે દેવ કહેવાય. આ પ્રમાણે પ્રજ્ઞાપનાના તફાવત સમજવે. (૩૫૫) આ જ અર્થ ઉદાહરણથી સિદ્ધ કરતા કહે છે— પુણ્યસાર અને વિક્રમસારની કથા
૩૫૨ થી ૩૫૬-પર્યંત સરખા ઉંચા મનેાહર દેવભુવન સમાન ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અતિમહાન શત્રુપક્ષના મદના ચૂરનાર હાવાથી ઉપાર્જંન કરેલા ઉજજવલ યશવાળા પુણ્યયશ નામના રાજા હતા. તેને સૌભાગ્ય અગવાળી પ્રિયા હતી. રાજ્યાચિત વ્યવસાય કરતાં તેઓને સમય પસાર થતા હતા. તે નગરમાં પુણ્યસાર નામના ધનપતિના પુત્ર, બીજે વિક્રમ વણિકના વિક્રમસાર નામના પુત્ર હતા. અનેક વિદ્યા-કળા મેળવ્યા પછી તેએ પૂર્ણ તરુણપણાને પામ્યા, ત્યારે ધન મેળવવાની અભિલાષાવાળા અને એમ ચિંતવવા લાગ્યા-જો પૂર્ણ તારુણ્ય મેળવ્યા પછી લક્ષ્મી ઉપાર્જન કરવાના પ્રયત્ન ન કરીએ, તે તેવા અનાય ચિરત્રવાળાના પુરુષાથ કયા ગણાય ? ત્યાં સુધી ઉત્તમ કુલ ગણાય, ત્યાં સુધી જ યશ મેળવેલા ગણાય અને ત્યાં સુધી જ તેનું અખૂટ સૌભાગ્ય ગણાય કે, જ્યાં સુધી જેની લક્ષ્મી દાનાદિક ક્રિયામાં વપરાયા કરે છે. પરાક્રમ રૂપ પર્યંત સરખા દેશાન્તરમાં આરેાહણ કરીએ, તે પછી લેાકેાને વલ્રભ એવી લક્ષ્મી આપણને દુર્લભ નથી. પુણ્યસારે સા સાથે પ્રયાણ કર્યું" અને પ્રથમ પડાવ
or
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org