Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શુદ્ધ આજ્ઞાગ
[ ૩૦૭
૩૮૫–સમ્યગ્દર્શનાદિ બાકીના ગુણવાળાની વાત તો ઠીક, પરંતુ પુલાક, બકુશ ચારિત્રવાળા કુશીલ સાધુગ્ય પ્રમાદસ્થાન ન સેવન કરનારા એવા ચૌદપૂર્વ—સમગ્ર શ્રત-સમુદ્રના પાર પામેલા સાધુઓ અપ્રમત્ત હોવા છતાં પણ જે પ્રસ્તુત ગુણથી નીચે પડી ગયે, તે ફરી તે ગુણ મેળવવા માટે જિનાગમમાં કેટલા કાળનું અંતર કહેલું છે? તે કે-અનંતે કાલ. જે માટે કહેલું છે કે-બહુ આશાતના કરનારને શાસ્ત્રમાં તે ગુણ ફરી મેળવવા માટેનું અંતર કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ–પરાવર્તન કાળ કહ્યો છે. તેટલે કાળ પણ અનંતકાળ કહેવાય. આટલે કાળ કેણ બાંધે? પરિણામની રૌદ્રતા વાળા આત્માઓ. અવશ્ય ભોગવવા લાયક અશુભાનુબંધ વગર મેળવેલ ગુણ ગૂમાવ્યા પછી ફરી તે ગુણ મેળવવા કેટલેક કાળ વચ્ચે આંતરું પાડવામાં બીજે કઈ હેતુ નથી. (૩૮૫)
એ જ કહે છે
૩૮૬–પ્રન્થિભેદ થવાના કાળ પહેલાં પણ જ્ઞાનાવરણ આદિ અશુભ કર્મોને બંધ અનંતી વખત આમાએ બાંધે છે. તે અશુભાનુબંધ વગર કર્મ બંધ થતો નથી. સર્વ કાર્યો પિતાપિતાને અનુરૂપ કારણથી ઉત્પન્ન થવાવાળાં હોય છે, તેથી આ અનંત વખત કર્મબંધરૂપ અસકૃતબંધ તે પણ એવા અશુભાનુબંધ મૂળવાળો સમજવો. ઘટની જેમ કાર્ય-કારણને કથંચિત્ અભેદ છે. માટે કારણ અને કાર્યરૂ૫ અશુભાનુબંધ તેડવામાં પ્રયત્ન કરવો. (૩૮૬)
હવે પરમતની આશંકા કરનારને કહે છે –
૩૮૭–શુદ્ધ આજ્ઞાયોગ એટલે જિનેશ્વરે કહેલા દોષરહિત આગમ વચનની આરાધના કરવી–તેમના વચનાનુસાર વર્તવું. એવા પ્રકારના સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત કરેલા આત્માઓને અશુભાનુબંધ હજુ કેમ દૂર થતા નથી? તમે એમ તો કહે જ છો કે, શુદ્ધ આજ્ઞાથી અશુભાનુબંધ વિચ્છેદ દૂર થાય છે. (૩૮૭) એમ હોવાથી –
૩૮૮–આ શુદ્ધ આજ્ઞાન કેટલાક જીવને અશુભાનુબંધ-પાપકર્મ ઉપાર્જનને અટકાવનાર કહે છે, તે આ વાત પરસ્પર વિરુદ્ધ જણાય છે. જે ભાવો તે કાર્ય કરનારા હોય, તે ન કરનારા બનતા નથી, વૃક્ષ છાંયડાને કરનાર હોય, તે ન કરનાર ન કહેવાય. નહિંતર કાર્ય-કારણ વ્યવસ્થાને લોપ પ્રસંગ થાય. આથી તમે કહેલ કેટલાક જીને શુદ્ધ આજ્ઞાયાગ અશુભાનુબંધ અટકાવનાર છે, તે બાકીના જીવો જે શુદ્ધ આજ્ઞા ગવાળા છે, તેમનું શું? આ વાત પરસ્પર વિરુદ્ધ લાગે છે. (૩૮૮) અહિં સમાધાન આપે છે–
૩૮૯–અહિં જવાબ અપાય છે કે-ત્રિફલાદિ ઔષધ ઉચિત-પથ્ય આહારપાન વગેરેનું સેવન કરવા સહિત અન્યૂનાધિક પૂર્ણ યત્નથી દરેક અવસ્થામાં લેવું જેમ યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org